Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલની દખલગીરીના કારણે મંત્રીપદ છોડ્યું હતું : પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીએ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસએમ કૃષ્ણાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે મોટો ખુલાસો કર્યો છે. એસએમ કૃષ્ણાએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યુ કે કામમાં રાહુલ ગાંધીના વારંવાર હસ્તક્ષેપના કારણે જ તેમણે મંત્રી પદ અને કોંગ્રેસથી અલગ થવુ પડ્યુ. ભાજપમાં સામેલ થયેલા એસએમ કૃષ્ણાએ કહ્યુ કે તેમને પાર્ટીથી અલગ થવા માટે મજબૂર કરવામાં આવ્યા. રાહુલ ગાંધીના વારંવાર હસ્તક્ષેપના કારણે કામ કરવુ મુશ્કેલ થઈ રહ્યુ હતુ. તેમણે કેટલીક વાર આનો વિરોધ પણ કર્યો. વર્ષ ૨૦૧૭માં પાર્ટી છોડવાની પણ વાત કરી.કૃષ્ણાએ કહ્યુ કે ૧૦ વર્ષ પહેલા રાહુલ ગાંધી માત્ર એક સાંસદ હતા અને પાર્ટીમાં કોઈ પદ પર નહોતા, પરંતુ તે સરકારના કામમાં દખલગીરી કરતા હતા. તેમણે કહ્યુ કે ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન હતા પરંતુ કેટલાક નિર્ણય તેમની જાણકારી વગર લેવામાં આવતા હતા.યુપીએ સરકારે કહ્યુ કે ગઠબંધનના ઘટકદળો પર કોઈ નિયંત્રણ નહોતુ. તે દરમિયાન ૨જી સ્પેક્ટ્રમ, કૉમનવેલ્થ અને કોલસા કૌભાંડ બહાર આવ્યુ હતુ. એસએમ કૃષ્ણા કહ્યુ કે વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ની વચ્ચે યુપીએ સરકારના વડાપ્રધાન અને પોતાના મંત્રીઓ અને સરકાર પર કોઈ નિયંત્રણ નહોતુ.

Related posts

સુપ્રિમ કોર્ટે પ્રવાસી મજૂરો માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા

editor

असम में गृहमंत्री अमित शाह ने विभिन्न विकास परियोजनाओं की रखी आधारशिला

editor

કોમર્શિયલ LPGના સિલિન્ડરના ભાવમાં રુ. 92 સુધીની રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1