Aapnu Gujarat
ગુજરાત

૧૦૦ રૂપિયાની લેતી-દેતીમાં મિત્રએ મિત્રનું કાસળ કાઢ્યું

સરસપુરમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. ત્રણથી ચાર મિત્રો ભેગા મળી વાસુકી એસ્ટેટમાં દારૂ પીવા બેઠા હતા. દરમિયાન તેઓ વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં એક મિત્રે અન્ય મિત્રને છરી મારી દીધી હતી. જેથી ઈજાગ્રસ્ત હોવા છતાં યુવકે તેના મિત્રને પથ્થરથી મોઢું છુંદી હત્યા કરી નાખી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દારૂના અડધા રૂપિયા લેવાના મામલે ખુની ખેલઃસરસપુરની રામપ્રસાદ મીલની ચાલીમાં રહેતો અશોક સોલંકી અને ધનજીભાઇનો ભત્રીજા દેવજી ડાહ્યાભાઇ મકવાણા વચ્ચે રૂ.૧૦૦ની લેતીદેતીમાં કિષ્ણા કોમ્પેલેક્ષ પાસે બોલાચાલી થઇ હતી. દારૂની બોટલ ખરીદી તેના અડધા પૈસા લેવાના હતા જેની બોલાચાલીમાં દેવજીએ અશોકને આડેધડ છરીઓના ઘા વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. દરમિયાન અશોકે રોડ પર પડેલો પથ્થર લઇને દેવીજી પર મારવાનું શરુ કરી દીધુ હતું જેથી દેવજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અશોકને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અશોક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Related posts

राइट टू एज्यूकेशन एक्ट का अमल नहीं होने पर हाईकोर्ट ने राज्य सरकार और निजी स्कूलों को फटकार

aapnugujarat

ગુજરાત એસ.ટી. દ્વારા દિવાળી માટે ‘આપ કે દ્વાર’ યોજના શરૂ

editor

ધોલેરાના દરિયાકાંઠાના ૧૧ ગામને આપત્તિસમયે રાહત આપતું બહુહેતુક ચક્રવાત કેન્દ્ર

editor

Leave a Comment

UA-96247877-1