Aapnu Gujarat
ગુજરાત

ધોલેરાના દરિયાકાંઠાના ૧૧ ગામને આપત્તિસમયે રાહત આપતું બહુહેતુક ચક્રવાત કેન્દ્ર

અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે, ગુજરાત અને ગુજરાતીઓની આગવી એક વિશેષતા છે. જ્યારે જ્યારે ગુજરાત પર કુદરતી આફતો આવી છે ત્યારે ગુજરાતની ખમીરવંતી પ્રજા ફિનિક્સ પક્ષીની માફક પીડામાંથી ત્વરિત જ બેઠા થઈને વટભેર ઉભા રહ્યા છે. 

કુદરતી હોનારત સમયે  જાન-માલ સાથે લોકોને જરાં પણ નુકશાન ન થાય તેનું સતત ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે, અને તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાનાં ધોલેરા તાલુકાના રાહતળાવ ગામના પાદરે બહુહેતુક ચક્રવાત કેન્દ્ર એટલે કે મલ્ટીપર્પઝ સાઈક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ બહુહેતુક ચક્રવાત કેંદ્રમાં ૫૫૦ લોકો એક સાથે રહી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા છે. અહીં આશરો મેળવનાર દરેક લોકોને જમવાની અને પાણીની સગવડતાઓ આપવામાં આવે છે. અહી ૧૧ રૂમમાં પીવાના પાણી માટે આર.ઓ કુલર,  શૌચાલય,  ફાયર સેફ્ટીના સાધનો, લાઈટ,  પંખા અને સામાન મુકવા માટે કબાટની

તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા તાઉતે વાવાઝોડા (૧૭-૧૮ મે-૨૦૨૧) દરમિયાન અહીં રાહતળાવ અને આસપાસના અનેક ગામના લોકો અને શ્રમિકો સાથે ૫૦૦ જેટલા લોકોને અહીં સ્થળાંતરીત કરીને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. દીવથી શરૂ થયેલ વાવઝોડાની તીવ્ર અસર ધોલેરા અને તેના આસપાસના અનેક ગામમાં વરતાઈ હતી, ત્યારે ત્રાટકેલા વરસાદ અને ચક્રવાતી પવનની તીવ્ર ગતિના કારણે અનેક ગામોમાં કાચા અને પતરાવાળા મકાનોમાં માનવ વસવાટ કરી શકાય એવી પરિસ્થિતિ નહોતી. તેથી અગમચેતીના ભાગરૂપે તમામ પરિવારોને ચક્રવાતના આગલા દિવસથી જ અહીં સ્થળાંતર કરીને જાનમાલની નુકસાનીમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.અને અહી જમવા સાથેની સારી સગવડતાઓ બે દિવસ સુધી આપવામાં આવી હતી. 

ગુજરાત ઉપર જ્યારે જ્યારે એવો સમય આવ્યો છે કે અનેક લોકોને આશ્રય આપવાનો થાય છે ત્યારે ગુજરાત સરકારના તમામ વિભાગોએ સાથે મળીને ઉત્તમ કામગીરીનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

Related posts

સેટેલાઇટ દુષ્કર્મ કેસ : વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે નીતિન પટેલે સૂચના આપી

aapnugujarat

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે નર્મદા કેનાલમાં ૩ કિશોરોના ડૂબી જવાથી મોત થયા

aapnugujarat

ગુજરાત બજેટ : સરદાર સરોવર યોજના માટે ફરીવાર કરોડોની ફાળવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1