Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હાથીની મૂર્તિઓ પર ખર્ચની રકમ પરત કરવા સુપ્રીમનો માયાવતીને આદેશ

સુપ્રીમ કોર્ટે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને આજે મોટો ફટકો આપ્યો હતો. કોર્ટે તેમના મુખ્યમંત્રી પદના ગાળા દરમિયાન બનાવવામાં આવેલા સ્મારકો અને મૂર્તિઓના પૈસા પરત કરવાનો આજે આદેશ કર્યો હતો. મૂર્તિ પર ખર્ચ કરવામાં આવેલા જનતાના પૈસાને પરત આપવા માયાવતીને આજે આદેશ કરવામાં આવ્યો હતો. ૨૦૦૯માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વેળા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે આ મુજબનો આદેશ કર્યો હતો. મામલાની સુનાવણી હવે બીજી એપ્રિલના દિવસે હાથ ધરવામાં આવશે. માયાવતીના વકીલે મામલાની સુનાવણી મે મહિના બાદ કરવા અપીલ કરી હતી પરંતુ કોર્ટે આ અપીલને સ્વીકારી ન હતી. મૂર્તિઓ ઉપર પ્રજાના પૈસા ખર્ચ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરી હતી. ૨૦૦૯માં આ મામલામાં અરજી દાખલ કરવામાં આવી હતી. આશરે ૧૦ વર્ષ જૂની અરજી ઉપર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે, સૌથી પહેલા તો બહુજન સમાજ પાર્ટીના વડાને મૂર્તિ પર કરવૌમાં આવેલા ખર્ચને લોકોને પરત આપવા પડશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે, આ મામલાની આગામી સુનાવણી બીજી એપ્રિલના દિવસે હાથ ધરવામાં આવશે. રવિકાંતે ૨૦૦૯માં દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ આપી હતી કે, સાર્વજનિક રકમનો ઉપયોગ કરીને આ મૂર્તિઓ બનાવવા અને રાજકીય દળના પ્રચાર માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેંચે કહ્યું હતું કે, આ અરજી ઉપર વિસ્તારપૂર્વક સુનાવણીમાં સમય લાગી શકે છે જેથી એપ્રિલની અંતિમ સુનાવણી માટે યાદી તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પર્યાવરણને લઇને પણ વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને ધ્યાનમાં લઇને અનેક વચગાળાના આદેશ આપવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા હતા કે, ચૂંટણી દરમિયાન બનાવવામાં આવેલી હાથીઓની મૂર્તિને ઢાંકી દેવામાં આવે તે જરૂરી છે. અરજી કરનાર લોકોએ આક્ષેપ કર્યો હતો કે, માયાવતી જે એ વખતે પ્રદેશના મુખ્યમંત્રી હતા તે માયાવતીએ ચૂંટણીના ગાળા દરમિયાન પોતાની લોકપ્રિયતા માટે મૂર્તિઓના નિર્માણ પર ૨૦૦૮-૦૯ના ગાળા દરમિયાન સરકારી ખજાનાનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા વાપરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે મૂર્તિઓ પર ટિપ્પણી કરતા પ્રશ્ન કર્ય હત કે, જ્યારે અખિલેશ યાદવને આ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે મૂર્તિઓ મુકવામાં આવી ત્યારે માયાવતીની મૂર્તિઓને લઇને સમાજવાદી પાર્ટી સહિત તમામ પાર્ટીઓએ વિરોધ કર્યો હતો. જો કે, હાલમાં સપા અને બસપા એક સાથે આવી ગયા છે. બંને ૨૦૧૯માં લોકસભામાં ચૂંટણી એક સાથે લડનાર છે.

Related posts

સેંસેક્સ ૬૬૫ પોેઈન્ટ ઉછળી બંધ રહ્યો

aapnugujarat

રૂપા ગાંગુલીનાં બચાવમાં ભાજપઃ તૃણમુલે ફરિયાદ દાખલ કરાવી

aapnugujarat

ઇસરો અંતરિક્ષમાં ભારતીયને મોકલવાની તૈયારી કરી રહ્યું છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1