ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન એવું સ્વદેશી રોકેટ બનાવી રહ્યું છે જેનું વજન ૨૦૦ હાથીઓની બરાબર હોય. જેના દ્વારા ભવિષ્યમાં ભારતીયોને અંતરિક્ષમાં મોકલી શકાશે. એક અહેવાલ પ્રમાણે ઇસરો દુનિયાના સૌથી ભારે વજનવાળા તેમજ ઘણા અરબ ડોલરથી બનેલા પ્રક્ષેપણના માર્કેટની નવી દુનિયામાં પોતાનો કદમ રાખવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે આંધ્રપ્રદેશમાં આવેલ શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રમાં નિર્મિત દેશના સૌથી ભારે રોકેટ ભૂસ્થૈતિક ઉપગ્રહ પ્રક્ષેપણ યાન માક-૩ વિકસિત કરવામાં આવી રહ્યો છે.
આ રોકેટ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ લઇ જવાની ક્ષમતા રાખનારો બનશે. ઇસરોના એક અધિકારીના જણાવ્યાનુંસાર અમે એ તરફ કોશિષ કરી રહ્યાં છે કે આ સંપૂર્ણ સ્વદેશી ભારતીય રોકેટ પ્રથમ પ્રક્ષેપણમાં જ સફળ થાય. આ માક-૩નો પ્રથમ ટેસ્ટ લોન્ચ હશે, જેનું નામ પ્રથમ પ્રક્ષેપણ વાહન માક-૩ રાખવામાં આવ્યું હતું, પરંતુ એક દાયકામાં બધુ ખરૂ રહ્યા બાદ સફળ પ્રક્ષેપણના ઓછામાં ઓછા છ અઠવાડીયા પછી આ રોકેટનો ઉપયો ભારતની જમીનથી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં કરવામાં આવશે.આ રોકેટ પૃથ્વીની સૌથી નીચેની કક્ષાએથી આઠ ટન સુધીનું વજન લઇ જવામાં સક્ષમ હશે. ઇસરોએ પહેલેથી જ યોજના બનાવી લીધી છે કે જો સરકાર ત્રણથી ચાર અરબ ડોલર સહાયની મંજૂરી આપે છે તો તે અંતરિક્ષમાં ત્રણ સભ્યોને લઇ જવાની તૈયારી કરશે. જો આમ શક્ય બનશે તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી ચોથો એવો દેશ બનશે.
આગળની પોસ્ટ