Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ મામલે તપાસ કરવા રાહુલની ફરી ઉગ્ર માંગણી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના એક દિવસ બાદ પત્રકાર પરિષદ યોજીને તેમના પર ભ્રષ્ટાચારના મુદ્દા પર આક્ષેપ કર્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે રાફેલ ડીલમાં મોદીએ ચોરી કરી છે. રાહુલે એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકતા દાવો કર્યો હતો કે આ ડીલમાં સીધી સીધી રીતે મોદી સામેલ છે. રોબર્ટ વાઢેરા, પી. ચિદમ્બરમ પર ચાલી રહેલી તપાસ પર તેમણે કહ્યુ હતુ કે જેના પર જેટલી ઇચ્છો તેટલી તપાસ કરાવો અમને કોઇ વાંધો નથી. પરંતુ રાફેલ મામલે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. તત્કાલીન ડિફેન્સ સેક્રેટર મોહન કુમારે કહ્યુ છે કે જે પણ અહેવાલ મિડિયામાં પ્રકાશિત થયા છે તેને લઇને રાફેલ ડીલમાં કિંમત સાથે કોઇ લેવા દેવા નથી. એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા પીએમઓ મારફતે ફ્રાન્સ સાથે સમાંતર વાતચીતનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ૨૪મી નવેમ્બર ૨૦૧૫ના દિવસની એક નોટ પ્રકાશિત કરીને સંરક્ષણ મંત્રાલય પર પ્રહારો કર્યા હતા. રાહુલે આજે ફરી રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક અખબારમાં લખવામાં આવ્યુ છે કે વડાપ્રધાન વાતચીતમાં સીધી ભૂમિકા અદા કરી રહ્યા હતા. રાહુલે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાને ૩૦૦૦૦ કરોડનો કોંભાડ કર્યો છે. આ ડીલ પોતાના મિત્ર અનિલ અંબાણીને આપી દીધી છે. રાફેલ ડીલ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ પણ કહી ચુક્યા છે કે મોદીએ સીધી રીતે અનિલ અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યુ હતુ કે મોદી બેવડી ભૂમિકા અદા કરી રહ્યા છે. જેમાં એકમાં ચોકીદાર છે અને અન્યમાં ચોરની ભૂમિકામાં છે.
મોદી સમાંતર વાતચીત કેમ કર રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, રાફેલ ડિલ ઉપર સંરક્ષણમંત્રી અને વડાપ્રધાન બંને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીએ ખોટુ નિવેદન કર્યું છે. ફ્રાંસના પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે, અનિલ અંબાણીની વાત મોદીએ કરી હતી. મંત્રણામાં મોદીની ભૂમિકા હોવાની પણ રાહુલે વાત કરી હતી. આના માટે રાહુલે એક અગ્રણી અંગ્રેજી અખબારનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાને લઇને કોર્પોરેટ વોરના પ્રશ્ન પર કહ્યું હતું કે, કોર્પોરેટ વોરની સ્થિતિ હતી પરંતુ મોદીએ અનિલ અંબાણી માટે મંત્રણા કરી હતી.

Related posts

શોભા ડેએ મેજર ગોગોઈના નાયક હોવા અંગે ઉઠાવ્યા સવાલ, આપ્યો સર્વેક્ષણ કરાવવાનો પડકાર

aapnugujarat

नहीं पता था इकबाल मेमन ही है ड्रग माफिया ‘मिर्ची’ : प्रफुल्ल पटेल ने ईडी को बताया

aapnugujarat

कश्मीर मामले में केंद्र सरकार का साथ देकर फंसा अकाली दल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1