Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કમલ હાસન લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે

દેશના તમામ નેતાઓ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમજ દરેક પાર્ટીઓ પોત-પોતાના સ્તર પર રાજનૈતિક સમીકરણો બનાવવામાં લાગેલા છે. દક્ષિણ ભારતમાં આ રાજનૈતિક સફરમાં ફિલ્મી જગતના ઘણા દિગ્ગજ સ્ટાર્સ પહેલી વખત રાજકીય અખાડામાં ઉતરવાના છે. આ દરમિયાન પ્રખ્યાત ફિલ્મકાર અને મક્કલ નિધિ મય્યમ પાર્ટીના પ્રમુખ કમલ હાસને જાહેરાત કરી છે કે તેઓ એકલા હાથે જ લોકસભાની ચૂંટણી લડશે.
જો કે, કમલ હાસનનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં યૂ-ટર્ન માનવામાં આવી રહ્યું છે, કારણકે છેલ્લા થોડા સમયથી તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ એક ઈન્ટરવ્યુ દરમિયાન કમલ હાસને કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધનમાં નથી જોડાઈ રહ્યાં. તેમજ તેમણે જણાવ્યું કે, તેમની પાર્ટી રાજ્યમાં એકલા જ ચૂંટણી લડશે. તમિલનાડુમાં તેમની પાસે લોકસભાની ૪૦ સીટો છે.
કમલ હાસને એકલા ચૂંટણી લડવાના પોતાના નિર્ણય પર જણાવ્યું કે તેઓ કોઈ બીજાની મુસીબતોને પોતાના માથે લેવા નથી માંગતા અને આ જ કારણસર તેઓ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધનમાં નથી જોડાઈ રહ્યા. તેમણે કહ્યું કે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરીને હું મારી પાર્ટી પર કોઈ પણ પ્રકારનો ડાઘ નથી લગાવવા માંગતો. ઉલ્લેખનીય છે કે, કમલ હાસને ગયા વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ પોતાની પાર્ટીનું ગઠન કર્યું હતું.

Related posts

Aakash Chopra ने खोला राज, इंग्लैंड में लीग मैच में खेलने के दौरान की गई थी नस्लीय टिप्पणी

editor

આતકંવાદીઓ બૌદ્ધ મઠો પર હુમલો કરવાની ફિરાકમાં

aapnugujarat

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1