Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે રવિવારના દિવસે તીવ્ર વધારો ઝીંકવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે સૌથી મોટો વધારો કર્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૪૯ પૈસા અને ડીઝલની કિંમતમાં ૫૯ પૈસાનો વધારો લીટરદીઠ ઝીંકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કારોબારી સત્રમાં ક્રૂડની કિંમતમાં જારી વધારો અટવાયો હતો પરંતુ આઈસીઈ પર બ્રેન્ટ ક્રૂડમાં માર્ચ કરાર ૧.૬૩ ટકાની નરમાઈ સાથે ૬૦.૫૫ ડોલર પ્રતિબેરલે બંધ થતાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કિંમત ૬૨ ડોલરથી ઉપર અને ડબલ્યુપીઆઈનો ભાવ ૫૩ ડોલર પ્રતિબેરલની ઉપર પહોંચી ગયો હતો. જાણકાર લોકોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઉતારચઢાવની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જોવા મળી રહી છે. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. આનો મતલબ એ થયો કે, કિંમતોમાં હાલ ગ્રાહકોને રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારાની શરૂઆત થતાં સરકાર માટે પણ મુશ્કેલી આવી શકે છે. કારણ કે, લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે. આજે કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૪૮ પૈસા જ્યારે ચેન્નાઈમાં ૫૨ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ તેલ કંપનીઓએ કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં રવિવારના દિવસે ડીઝલની કિંમતમાં ક્રમશઃ ૫૯ પૈસા, ૬૨ પૈસા અને ૬૩ પૈસા પ્રતિલીટરનો વધારો કરી દેવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ ૬૯.૭૫ રૂપિયાની કિંમત પેટ્રોલની દિલ્હીમાં રાખવામાં આવી છે. ચારેય મહાનગરોમાં ડિઝલની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના ગાળા દરમિયાન પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. ઓક્ટોબર મહિનામાં કિંમતોમાં સતત વધારો થતાં આને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. બંધની હાંકલ પણ કરવામં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારોને ધ્યાનમાં લઇને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે પરંતુ હાલમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.

Related posts

सर्वदलीय बैठक में बोले पीएम मोदी – अभी भी खुलें हैं किसानों से बातचीत के लिए दरवाजे

editor

अब आराम करें प्रधानमंत्री नरेन्द्र मोदी : कमलनाथ

aapnugujarat

भाजपा अध्यक्ष जे.पी.नड्डा ने पार्टी पदाधिकारियों की नई टीम का किया ऐलान

editor

Leave a Comment

UA-96247877-1