Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાસુએ વહુની આંગળીઓ કાપી નાંખી

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંના હરગોવિંદ નગર વિસ્તારમાં એક મહિલાએ ખાવાનું બનાવવામાં મોડું થતા પોતાની વહુની આંગળીઓ કાપી નાંખી હતી. ઘટના શનિવારની છે. આરોપી સાસુની ઓળખ ૬૫ વર્ષીય સુશીલા દેવી જ્યારે પીડિત વહુની ૩૨ વર્ષીય પ્રીતિ ભારતી તરીકે થઈ છે. આરોપી મહિલા ઘટનાને અંજામ આપ્યા બાદથી ફરાર છે.
મળતી માહિતી અનુસાર, ઈજ્જતનગર પોલીસ સ્ટેશનના જીર્ૐં ઉપેન્દ્ર સિંહે જણાવ્યુ હતુ કે, પીડિતા પ્રીતિ ભારતીએ ફરિયાદમાં લખાવ્યુ હતુ કે, તે શનિવારે પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી, તે દરમિયાન સાસુ સુશીલાએ ખાવાનું બનાવવા માટે કહ્યું. પ્રીતિએ તેની સાસુને કહ્યુ હતુ કે તે બાળકને દૂધ પીવડાવ્યા બાદ ખાવાનું બનાવી દેશે. જેને કારણે સાસુ ગુસ્સે થઈ ગઈ અને તેણે પ્રીતિનીની ડાબા હાથની આંગળીઓ કાપી નાંખી હતી.
ઘટના અંગે જાણકારી મળતા જ પોલીસની ટીમ આરોપી સાસુની ધરપકડ માટે તેમના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમા સુશીલા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આથી, પોલીસે આરોપી સાસુને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, પીડિતાને બાચકાં પણ ભરવામાં આવ્યા હતા.

Related posts

देश की 41% संपत्ति सवर्णों के पास : ओवैसी

aapnugujarat

દેશમાં ૭૨ ટકાથી વધારે લોકોને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે : રિપોર્ટ

editor

Kashmir BJP organizes International Yoga day with supporters and leaders

aapnugujarat

Leave a Comment

UA-96247877-1