Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ૭૨ ટકાથી વધારે લોકોને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે : રિપોર્ટ

ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ યથાવત્‌ છે. આ દરમિયાન દેશભરમાં ૭૦ ટકાથી વધારે લોકોએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે વડાપ્રધાન મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આઈએએનએસ સી વોટર સર્વેમાં આ વાત પર પ્રકાશ પડ્યો છે. દેશના ૭૨.૬ ટકા લોકોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિને ઘણી હદ સુધી સંભાળી શકશે, જ્યારે ૧૧.૨ ટકા લોકોને આ મામલે વડાપ્રધાન પર જરા પણ વિશ્વાસ નથી.આ સર્વે અલગ-અલગ રાજ્યોથી લઈને અલગ-અલગ આવક ધરાવતા વર્ગ, શિક્ષણના સ્તરની સાથો-સાથ અલગ-અલગ જાતિ અને સમાજ સાથે સંકળાયેલા લોકો પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોએ બેફિકર થઈને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ સર્વે ગયા અઠવાડિયે ભારત અને ચીન વચ્ચેની સીમા પર થયેલા વિવાદ દરમિયાન કરવામાં આવ્યો હતો.ગયા અઠવાડિયે લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને દેશોની સેના વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી જેમાં એક કમાન્ડિંગ અધિકારી સહિત ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ વડાપ્રધાને કહ્યું હતું કે ભારતની સંપ્રભુતાનો મુદ્દો સર્વોચ્ચ છે. જવાનોએ ભારતીય વિસ્તાર પર પોતાની નજર બગાડનાર ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.ત્યારબાદ કરવામાં આવેલા સર્વેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા, ઓછું શિક્ષણ ધરાવતા, વધુ આવક ધરાવતા વર્ગમાં આવનારા લોકો અને પુરુષોએ દેશની સુરક્ષાના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો છે. જે લોકોને મોદી આ પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળવા માટે સક્ષમ નથી તેવું માનનારા લોકોમાં ઉચ્ચ શિક્ષિત, મુસ્લિમ, શિખ યુવાઓનો સમાવેશ થાય છે.

Related posts

૩૩.૫ કરોડ જનધન એકાઉન્ટમાંથી ૨૫.૬ કરોડ એકાઉન્ટ એક્ટિવ

aapnugujarat

Indian Railways decids to restore service charges from Sept 1,2019 : IRCTC

aapnugujarat

૧.૩૦ લાખ લોકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1