Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી ૧૪મી ફેબ્રુ.થી દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૧૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી તેઓ લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરાવશે. રાહુલ ગાંધી વલસાડ જિલ્લામાં મેટ્રો ટ્રેન માટે જમીન સંપાદન વિવાદને લઈને જંગી રેલી સંબોધવાના હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હીથી પરત ફર્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ અને નારાજગી મુદ્દે બંને નેતાઓએ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને કિરીટ પટેલે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે.
રાહુલ ગાંધીની આગામી ૧૪મી ફેબ્રુઆરીની ગુજરાત મુલાકાત સાથે જ મિશન લોકસભા ૨૦૧૯ની શરૂઆત થશે. રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવશે. રાહુલ ગાંધીની મુલાકાતની મુલાકાતને પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો અને હોદેદારોની બેઠક બોલાવી છે.
રાહુલ ગાંધી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે એક મહારેલીને સંબોધન કરશે. રાહુલ ગાંધી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે રેલી કરવાના હોવાની માહિતી મળી છે. વલસાડ બેઠક આદિવાસી માટે અનામત સીટ છે. ૨૦૦૪ અને ૨૦૦૯ના વર્ષમાં આ બેઠક કોંગ્રેસ પાસે હતી. એટલું જ નહીં વલસાડ જિલ્લા હેઠળ આવતી ધારાસભાની ત્રણ બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. આ માટે જ રેલી માટે વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Related posts

राहुल गांधी ने गुजरात के बाढ़ग्रस्त इलाके में पीड़ितों से मुलाकात की

aapnugujarat

ઠેર-ઠેર કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

editor

બિહાર દલિત સમાજનુ ગૌરવ એવા રવિદાસ ઈન્ડસ્ટ્રીઝના માલિક ઉપેન્દ્રભાઈ રવિદાસે મુખ્યમંત્રી રાહતફંડ બિહારમાં રૂપિયા 5000000 અંકે રૂપિયા પચાસ લાખનુ દાન

editor

Leave a Comment

UA-96247877-1