Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ૧૫ ઇલેક્ટ્રિક બસ દોડાવાશેઃ આર.સી.ફળદુ

અમદાવાદ શહેરને સાંકળતી વિકાસ સેવા ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી ૨૫ બસને આજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે આર.સી.ફળદુએ કહ્યું કે, ૧૯૭૧થી ગાંધીનગર ડેપો ખાતે અમદાવાદ સાથે સાંકળવામાં આવી હતી. જ્યારે એશિયામાં સૌથી મોટા ડેપો ખાતે બોડી બનાવવામાં આવી છે. ત્યારે આ માત્ર બે શહેરોને જોડવા માટેની સેવા નથી. પરંતુ છેવાડાના ગામડાના લોકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના ૯૯ ટકા લોકો બસ સેવાથી જોડાયા છે.
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓ અપડાઉન કરે છે. તમામ લોકો એસ.ટી. બસનો ઉપયોગ કરે છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૮૪ પોઇન્ટ સંચાલન થાય છે. જેમાં ૧૨૧ શિડ્યુઅલ, ૪૧ હજાર કિલોમીટર, ૧૦૦૮ ટ્રીપ, ૧૪૧ રૂટ અને ૧૫૩ પોઇન્ટનો સમાવેશ થાય છે. વિકાસ રૂટ દિવસ દરનિયાન ૮૨ ટ્રીપનું સંચાલન કરે છે. જેમાં ૧૫૦૦ વિદ્યાર્થી પાસ, ૪ હજાર મુસાફરોનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાના પ્રધાન ઇન હાઉસ ૧૦૦૧ બસનું કામ પૂર્ણ કરવામાં આવશે.
કૃષિ મંત્રી આર સી ફળદુએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા રહ્યું કે, મોદીજીના સત્તામાં આવ્યા બાદ ખેડૂતોની સ્થિતિ સુધરી છે. અને ખેડૂતોને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે તેઓ સરકારને ટેકાના ભાવે પોતાનો માલ આપી રહ્યા છે.
કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, નાફેડ દ્વારા તમામ રાજ્યોમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ મગફળીની ખરીદી કરી રહ્યું છે અને અને ખેડૂતોને તુરંત ચૂકવની પણ કરવામાં આવશે..
કૃષિમંત્રીએ કોંગ્રેસની અગાઉની સરકારને આડે હાથ લેતા કહ્યું કે, કેઅગાઉ કેન્દ્રમાં કૉંગેસની સરકાર હતી જેમાં ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ હતી અને તેમની નોંધ પણ લેવામાં આવતી ન હતી પણ મોદી ના આવ્યા પછી ખેડૂતોની પરિસ્થિતિ સુધીરી છે.

Related posts

ગુજરાતમાં ફરીવખત ઠંડીનો ચમકારો

aapnugujarat

ભરૂચ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે જિલ્લા ક્‍ક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

aapnugujarat

મેમનગર ફાયર સ્ટેશન પાસે લારી-ગલ્લાને ટોકન અપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1