Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચીટ ફંડના પ્રકરણમાં મમતા ભાગીદાર : જાવડેકર

સીબીઆઈ તપાસની સામે ધરણા ઉપર બેઠેલા મમતા બેનર્જીને લઇને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે પણ આજે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચીટ ફંડ કૌભાંડમાં મમતા ભાગીદાર છે. આજકારણસર તેઓ પોતાના રાજને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. જાવડેકરે કહ્યું હતું કે, બંગાળમાં બંધારણની હત્યા થઇ રહી છે.
મોદી સરકારને તાનાશાહ કહેનાર મમતા પોતે તાનાશાહી ઉપર ઉતરી આવ્યા છે. મમતાને સમર્થન આપી રહેલા વિપક્ષી દળોને ભ્રષ્ટાચારીના સાથી તરીકે ગણાવીને જાવડેકરે કહ્યું હતું કે, આજે ઘણા બધા વિપક્ષી દળો મમતાના સમર્થનમાં એકત્રિત થયા છે. આ મહાગઠબંધન ભ્રષ્ટાચારનું બંધન છે જે ક્ષેત્રના આધાર પર વિભાજિત છે અને ભ્રષ્ટાચારના આધાર પર જોડાયેલા છે. સંસદમાં પણ આજે જોરદાર હોબાળો આ વિષય પર થયો હતો. ભાજપ નેતાએ કહ્યું હતું કે, રાજીવકુમારની પાસે લાલ ડાયરી અને પેન છે. અનેક બાબતો તેમની પાસે છે જે શારદા ચીટ ફંડ કૌભાંડમાંથી પડદો ઉંચકી શકે છે. મમતાને ભય છે કે, જો કમિશનરની પાસેથી નિકળેલા આ પુરાવા તેમના સુધી પહોંચી જશે તો તેમની હાલત કફોડી થશે. આ પ્રથમ વખત થઇ રહ્યું કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તપાસમાં સહકાર કરી રહ્યા નથી.
બંધારણની હત્યા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પોલીસ અધિકારીને બચાવવા ધરણા કરી રહ્યા છે. ધરણા પર પોલીસ અધિકારી, પોલીસ કમિશનર અને એડીજી બેઠા છે.

Related posts

PM Modi pays tribute to bravehearts of 2001 Parliament attack

aapnugujarat

જીએસટીમાં રાહત થશે : ચીજો સસ્તી કરાશે

aapnugujarat

आयुष्मान भारत योजना दिल्ली में जल्द लागू की जाए – मनोज तिवारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1