Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીમાં રાહત થશે : ચીજો સસ્તી કરાશે

જીએસટીમાં છુટછાટના કારણે આગામી દિવસોમાં સામાન્ય લોકોને વધારે ફાયદો થઇ શકે છે. કેટલીક ચીજો સસ્તી થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઘરમાં ઉપયોગ કરવામાં આવતી મોટા ભાગની ચીજો વધારે સસ્તી થવા જઇ રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ ૨૫થી ૩૦ વસ્તુઓમાં રાહતની અપેક્ષા રાખવામાં આવી શકે છે. જેમાં એસી, ડિશવોશર અને ડિજિટલ કેમેરાનો સમાવેશ થાય છે. આવી રીતે જીએસટીના ટોપ સ્લેબમાં હવે ૨૨૬ વસ્તુઓના બદલે ૩૫ વસ્તુઓ રહી જશે. ૨૮ ટકાના જીએસટીના નેટવર્કમાથીં ઓટોમોબાઇલ, સોફ્ટ ડ્રિન્ક, સિગારેટ, પાન મસાલા અને તમાકુની ચીજો બહાર થઇ જશે. એરક્રાફ્ટ, રિવોલ્વર અને પિસ્તોલ તેમાં સામેલ રહેશે. ઘરમાં ઉપયોગ કરવામાં આવતી ચીજો સસ્તી થઇ શકે છે. વડાપ્રધાન મોદીના સંકેત બાદ ચીજો સસ્તી થનાર છે. મોદી કહી ચુક્યાછે કે તેમની સરકાર એવી ખાતરી આપવા માંગે છે કે, ૯૯ ટકા ચીજો જીએસટી સ્લેબના પેટા ૧૮ ટકાની કેેટેગરીમાં આવરી લેવામાં આવશે. મોદીએ જીએસટીની સફળતાની વાત કરતા કહ્યું હતું કે, જીએસટીના અમલીકરણ પહેલા નોંધાયેલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ૬૫ લાખ હતી જે હવે ૯૫ લાખ સુધી વધી ગઈ છે. રિપબ્લિક સમિટને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. આજે જીએસટી વ્યવસ્થા મોટાપાયે સ્થાપિત થઇ ચુકી છે અને એવી સ્થિતિ તરફ કામ કરી રહ્યા છે જ્યાં ૯૯ ટકા ચીજો ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં રહેશે. જીએસટીની વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ સતત બેઠકોમાં કેટલાક સુધારા થતા રહ્યા છે. હવે વધારે સુધારા કરવામાં આવનાર છે. મોદી કહી ચુક્યા છે કે જીએસટીમાં સુધારા લોકોની તકલીફમાં ઘટાડો કરવા માટે કરાઇ રહ્યા છે. હાઉસ હોલ્ડ ચીજવસ્તુઓ, સિમેન્ટ, ટાયર, ઓટો પાટ્‌ર્સ ઉપર પણ રાહત મળી શકે છે. કૃષિ પેદાશો ઉપર પણ સરકાર વધુ રાહત આપી શકે છે જે હાલમાં ૧૮ ટકાની હદમાં આવે છે. જીએસટી રેટમાં છુટછાટને લઇને ભલે રાજકીય અર્થ કાઢવામાં આવે પરંતુ આના કારણે ટેક્સ વસુલાતમાં વધારો થઇ રહ્યો છે. સરકાર મહિનામાં સરેરાશ એક લાખ કરોડ રૂપિયાની રેવન્યુ રકમ એકત્રિત કરી રહી છે. આ ઉપરાંત ટેક્સ માળખામાં પણ વધારો થઇ રહ્યો છે. જીએસટીથી પહેલાના તબક્કામાં હાલના દિવસોમાં હાઉસ હોલ્ડ ચીજવસ્તુઓ ઉપર સરેરાશ ચાર ટકા અથવા તો તેનાથી વધારાની રાહત ટેક્સ ઉપર મળી રહી છે જે સાબિત કરે છે કે જીએસટીમાં તમામ વ્યવસ્થા અમલી થયા બાદ લોકોને રાત થઇ રહી છે.

Related posts

पुलवामा में 3 आतंकि ढेर

editor

हनी ट्रैप में आईपीएस के फंसने की आशंका : रिपोर्ट

aapnugujarat

મોદીને ફરીથી PM બનાવવા લોકોએ સંકલ્પ કર્યો છે : શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1