Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કૉંગ્રેસ દિલ્હીમાં લોકસભાની બધી બેઠક પરથી લડશે : શીલા દીક્ષિત

કૉંગ્રેસનાં દિલ્હી એકમનાં વડાં શીલા દીક્ષિતે દિલ્હીના શાસક આમ આદમી પક્ષ (આપ)ની સાથે યુતિ કરવાની શક્યતા નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે કૉંગ્રેસ દિલ્હીમાંથી લોકસભાની બધી (સાતે) બેઠક પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખશે. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં જીતી શકે એવા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
શીલા દીક્ષિતે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે અમારા પક્ષના ઉમેદવારોમાં નવા અને જૂના ચહેરાઓ એમ બન્નેનો સમાવેશ થશે. અમુક ભૂતપૂર્વ વિધાનસભ્યને પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખીશું. દીક્ષિતે આમ આદમી પક્ષ અને કૉંગ્રેસની દિલ્હીમાં યુતિની શક્યતા સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી હતી. દરમિયાન, આમ આદમી પક્ષે દિલ્હી, પંજાબ અને હરિયાણાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.
દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે અમારો પક્ષ દિલ્હીમાં લોકસભાની સાતે બેઠક પરથી ચૂંટણી લડશે. સંભવિત ઉમેદવારોના નામો પક્ષની કેન્દ્રીય નેતાગીરીને મોકલાશે અને તે અંતિમ નિર્ણય લેશે.
દીક્ષિતે જણાવ્યું હતું કે કૉંગ્રેસે દિલ્હીમાં ૧૫ વર્ષ કરેલું શાસન ‘ઐતિહાસિક’ હતું અને અમને પૂરી આશા છે કે જનતા ફરી કૉંગ્રેસને સત્તા પર લાવશે.

Related posts

મેહુલની ૫૨૮૦ કરોડની અન્ય લોન મામલે તપાસ

aapnugujarat

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સ્થાને રામવિલાસ પાસવાન જશે આસામથી રાજ્યસભા

aapnugujarat

ચાર વર્ષમાં નક્સલી હિંસાનો અંત લાવવાની યોજના તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1