Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચાર વર્ષમાં નક્સલી હિંસાનો અંત લાવવાની યોજના તૈયાર

મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં હાલમાં જ એક મહાકાય ઓપરેશન પાર પારીને ૩૭ માઓવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સંકેત મળી રહ્યા છે કે ચાર વર્ષના ગાળામાં નક્સલી હિંસાનો સંપૂર્ણ પણે અંત લાવી દેવામાં આવશે. હાલની સફળતાને નક્સલવાદીઓ સામે અપનાવવામાં આવેલી અસરકારક રણનિતીનો સંકેત આપે છે. ગુપ્તચર માહિતીના આધાર પર સફળ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે નક્સલવાદીઓના પ્રભાવવાળા વિસ્તારોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યુ છે કે આટલી મોટી સફળતા સાબિત કરે છે કે બાતમીના આધાર પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરક્ષા દળોને કોઇ નુકસાન થયુ નથી. ગયા વર્ષ।ે માર્ચ અને એપ્રિલમાં એક મહિનાની અંદર કરવામાં આવેલા બે નક્સલીહુમલામાં ૩૬ સીઆરપીએફ જવાનના મોત થયા હતા. મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા બાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ આ પ્રકારની રણનિતી અપનાવવા માટે ભાર મુકી રહ્યા છે. ગઢચિરૌલી બાદ હવે સાત રાજ્યોમાં સૌથી વધારે ૩૦ જિલ્લામાં ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૨ સુધી નક્સલવાદનો ખાતમો કરવાની રણનિતી તૈયાર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં જોરદાર ઓપરેશન ચલાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગઢચિરોલી મુંબઈથી ૯૦૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે અને માઓવાદીઓના મોટાગઢ તરીકે છે. હાલમાં નક્સલવાદી પ્રભાવિત દેશના ૧૨૬ જિલ્લા પૈકી સરકારે ૪૪ જિલ્લાને નક્સલવાદીમુકત જાહેર કરી દીધા છે. જો કે આઠ નવા જિલ્લા નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં સામેલ કરી દેવામાં આવ્યા હતા. સૌથી વધારે નક્સલવાદી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૩૫થી ઘટીને ૩૦ સુધી પહોંચી ગઇ છે. સુરક્ષા દળો દ્વારા હાલના સમયમાં કરવામાં આવેલી કાર્યવાહીને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. બિહાર અને ઝારખંડના પાંચ જિલ્લા અતિ નક્સલવાદી પ્રભાવિત ટૈગમાંથી મુક્ત થઇ ગયા છે. આ જિલ્લામાં ઝારખંડના ડુમકા, પૂર્વીય સિંહભુમ તથા રામગઢ તેમજ બિહારના નવાદા અને મુજ્જફરપુરનો સમાવેશ થાય છે. નક્સલી હિસાનો ફેલાવો છેલ્લા ચાર વર્ષના ગાળામાં ઉલ્લેખનીય રીતે ઘટી ગયો છે. બહુમુખીય રણનિતી અપનાવવામાં આવી રહી છે જેના કારણે આ સફળતા હાથ લાગી છે. તેમણે કહ્યુ હતુ કે ૪૪ જિલ્લામાં નક્સલીઓની ઉપસ્થિતી હવે નથી. અને જો છે તો નહીંવત પ્રમાણમાં છે. નક્સલી હિંસા હવે એવા ૩૦ જિલ્લામાં મર્યાદિત થઇ ગઇ છે જે જિલ્લા કોઇ સમય ખુબ જ નક્સલવાદીગ્રસ્ત હતા. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ૧૦ રાજ્યોમાં ૧૦૬ જિલ્લાને નક્સલવાદી પ્રભાવિત શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ જિલ્લા સુરક્ષા સંબંધિત યોજના હેઠળ આવે છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સુરક્ષા દળોને રવિવારના દિવસે અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. હજુ સુધીના સૌથી મોટા ઓપરેશન પૈકીના એક ઓપરેશનને પાર પાડીને સુરક્ષા દળોએ ઓછામાં ઓછા ૩૭ માઓવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષમાં નક્સલવાદીઓની સામે આને સૌથી મોટા ઓપરેશન તરીકે ગણવામાં આવે છે આ પહેલા ત્રીજી એપ્રિલના દિવસે મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર મારી દીધા હતા જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ઇતાપલ્લીના બોરિયા વન્ય વિસ્તારમાં થઇ હતી. ગઢચિરોલીના આ એન્કાઉન્ટરમાં નક્સલવાદી લીડર સાઈનાથ અને સિનુ નામના કુખ્યાત નક્સલીઓ પણ માર્યા હતા.

Related posts

છ પીએસયુ બેંકોમાં ૧૦૦૦૦ કરોડ તાત્કાલિક ઠલવાશે

aapnugujarat

ત્રિપલ તલાક પ્રશ્ને અપરાધને જામીનપાત્ર કરવા રાજ્યસભામાં કોંગ્રેસ દ્વારા માંગ કરાશે

aapnugujarat

DMK urges Centre to withdraw draft National Education Policy 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1