Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રિપલ તલાક પ્રશ્ને અપરાધને જામીનપાત્ર કરવા રાજ્યસભામાં કોંગ્રેસ દ્વારા માંગ કરાશે

લોકસભામા ત્રિપલ તલાક બિલ પાસ થઇ ગયા બાદ હવે આ સપ્તાહમાં રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવનાર છે. રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી અપરાધને જામીનપાત્ર બનાવવા માટેની માંગ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર વ્યાપક ચર્ચા હાલમાં કરી રહી છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ત્રિપલ તલાકના મુદ્દે સરકારનુ સમર્થન તો કર્યુ છે પરંતુ તે કેટલીક અન્ય રજૂઆત કરવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસે કેટલીક ખામી પણ ગણાવી છે. કોંગ્રેસ ઇચ્છે છે કે બિલમાં એક વખત ત્રણ વખત તલાક કહેનારને અપરાધ ગણાવનાર ક્લોઝને દુર કરી દેવામાં આવે. સાથે સાથે અપરાધને જામીનપાત્ર બનાવવામાં આવે તેવી માંગ પણ કરે તેવી શક્યતા છે. તમામ લોકો જાણે છે કે લોકસભામાં પાસ કરવામાં આવેલા બિલમાં એક વખતમાં ત્રણ વખત તલાક કહેનારને ગેરકાયદે ગણાવવાની વાત થઇ છે. સાથે સાથે તેને દંનીય અપરાધની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આને બિનજામીનપાત્ર ગણાવીને તેને કઠોર રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી આમાં કેટલીક ખામી શોધી રહી છે. આને જામીનપાત્ર અપરાધ ગણાવવા માટેની માંગ કોંગ્રેસ તરફથી કરવામાં આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી પણ નક્કરપણે માને છે કે બિલમાં કરવામાં આવેલી જોગવાઇ હેઠળ જો પતિને સજા થશે અને તે જેલમાં જશે તો પિડિતાને મળનાર વળતર પર તેની સીધી અસર થશે. સાથે સાથે બન્ને વચ્ચે સમાધાનના પ્રયાસને પણ ફટકો પડી શકે છે. કોંગ્રેસ લીડરશીપ માત્ર આ મુદ્દા પર ધ્યાનકેન્દ્રિત કરીને બાકીના મામલે સરકારને સાથ આપવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસ પાર્ટી સાવધાન રહેવા માટે ઇચ્છુક છે.

Related posts

BSNL में छाया सैलरी संकट, इस बार कर्मचारियों को समय पर नहीं मिलेगा वेतन

aapnugujarat

બ્લુ વહેલ ગેમ પછી હવે ડેયર એન્ડ બ્રેવ ગેમનો આતંક, ગેમ કરાવે છે ખરાબ કૃત્ય

aapnugujarat

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૧૯નાં વિજેતાઓ સાથે વાતચીત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1