Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ ભગવાન નથી, ગાયને માતા કહેનારાના મગજમાં ગોબર ભરાયેલું છે : કાત્જુ

આક્રમક નિવેદનો આપવા માટે જાણીતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ કહ્યું છે કે રામ કોઈ ભગવાન નહોતા પરંતુ સામાન્ય માણસ હતા. આ સાથે તેમણે ગાયને માતા કહેવા પર પણ આપત્તિ દર્શાવી છે.
કાત્જૂના મતે કોઈ જાનવર વ્યક્તિની માતા કેવી રીતે હોઈ શકે છે.ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનામાં આયોજીત એક કાર્યક્રમાં કાત્જૂએ જણાવ્યું હતું કે રામ ભગવાન નહોતા. વાલ્મીકી રચિત મૂળ સંસ્કૃત રામાયણાં તેમને સામાન્ય માણસ તરીકે જ દર્શાવવામાં આવ્યા છે, જેમ ઘોડો, કુતરા જાનવર છે તેમ ગાય પણ એક જાનવર છે. જે લોકો ગાયને માતા માને છે તેમના મગજમાં જ છાણ ભરાયેલું છે.
કાત્જુએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વોટ મેળવવા માટે રાજકારણ ખેલાઈ રહ્યું છે. રામ મંદિર કોઈ મુદ્દો નથી. હકીકતે લોકોનું બેરોજગારી અને અન્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ હથિયાર અપનાવવામાં આવી રહ્યું છે.

Related posts

आरएसएस की ५७ हजार से ज्यादा शाखाएं

aapnugujarat

ત્રાસવાદીઓને હુમલા કરવા એક નબળી સરકારનો ઇંતજાર : અયોધ્યા, કોસાંબી અને ઈટારસીમાં મોદી દ્વારા વિરોધીઓ ઉપર પ્રહારો

aapnugujarat

निर्दोष आदिवासियों की रिहाई को लेकर सीएम बघेल से मिलेगी 30 सदस्यीय टीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1