Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશઃ ચૂંટણીનો માહોલ ગરમાયો, શિવપાલ યાદવે આગામી ચૂંટણીમાં ઝંપલાવ્યું

૨૦૧૯ લોકસભા ચૂંટણી મામલે દેશમાં રાજકીય યુદ્ધ લડાઇ રહ્યું છે, એવામાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે પણ મહત્વની જાહેરાત કરતા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. યાદવે રવિવારે શિકોહાબાદના રામલીલા મેદાનમાં જનસભાને સંબોધતા આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જાહેરાતમાં તેમણે પાર્ટીના અન્ય બે ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી હતી.
શિવપાલે સિંહ યાદવે ફિરોજાબાદથી લોકસભા ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી. ચૂંટણી મેદાનમાં ઉતરતાની સાથે જ તેમણે ટિપ્પણી કરી હતી કે, હવે કોઇ કાકા-ભત્રીજાના સંબધો નથી. અમે માત્ર એકબીજાના હરિફ છીએ.પ્રસપા અધ્યક્ષે જણાવ્યું કે, મેં સપાની રજત જયંતીમાં એકમાત્ર પુત્રના સોંગદ લીધા હતા કે અખિલેશની હાજરી પર હું ક્યારેય સીએમ નહી બનું. હું માત્ર સન્માન ઇચ્છતો હતો અને પરિવારને એકસાથે રાખવા માગતો હતો.
શિવપાલે આ દરમિયાન દુખી મુદ્રામાં જણાવ્યું કે, મારા અને નેતાજી વિરુદ્ધ અપમાનિત પત્રો લખવામાં આવ્યા. રામગોપાલ યાદવનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે, હું ક્યારે પણ પ્રોફેસરની વાત ટાળી નથી. પાર્ટી બનાવતા પહેલા ચાર વખત દિલ્હી ગયો હતો. મેં ૪૫ વર્ષ સુધી સપાનો ઝંડો ઉઠાવ્યો, તેને ટાઇપ ૬નો બંગલો મળ્યો અને અમને ભાજપા સાથે જોડવાનો આરોપ મળ્યો.સંબોધનમાં આક્રમક વલણ સાથે શિવપાલે સપા પર આરોપોનો ભરમાર કર્યો હતો. યાદવે અન્ય રાજકીય પાર્ટીઓને પોતાની સાથે ગઢબંધન માટે આહવાન કર્યું હતું.સમાજવાદી પાર્ટીના ગઢ એવા ફિરોજાબાદમાં રવિવારે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કરતા જનસભા યોજી હતી. આ જનસભાના મંચ પર પાર્ટી અધ્યક્ષ શિવપાલ યાદવ સાથે સપાના ધારાસભ્ય હરિઓમ યાદવ અને હજરત મૌલાના અન્સાર પણ હાજર રહ્યા હતા. મૌલાનાએ સંબોધનમાં બસપા પ્રમુખ માયાવતીને નાગણ સંબોધીને વિવાદ સર્જો હતો.

Related posts

નાગપુરથી સરકાર ચાલતી નથી : મોહન ભાગવત

aapnugujarat

તેજી પર ફરી બ્રેક : સેંસેક્સમાં ૧૦ પોઇન્ટનો ઘટાડો : ડોલર સામે રૂપિયો ફરીવાર મજબૂત થઇ બંધ થયો

aapnugujarat

ઉત્તર ભારતમાં સામાન્ય કરતા વધારે ગરમી પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1