Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોર્પોરેશન, નગર પાલિકાની પેટા ચૂંટણીઓના પરિણામમાં ભાજપનો સપાટો

રાજકોટ કોર્પોરેશન સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ યોજાયેલી પાલિકાઓ અને નગરપાલિકાઓની પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો છે.મોટાભાગની બેઠકો પર ભાજપે જીત મેળવી છે.
રાજકોટના વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધા બાદ આસાન બની ગયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના નીતિન રામાણીની ૬૩૧૭ મતે જીત થઈ હતી.અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને ૪૭૯૯ મત મળ્યા હતા.

  • ખેડામાં ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ની પેટા ચૂંટણીમાં ભાજપના સંગીતા પરમાર જિત્યા છે.
  • ગીર સોમનાથમાં સુત્રાપાડા નગર પાલિકાના વોર્ડ નંબર ૩ અને છના પરિણામમાં ભાજપના બંને ઉમેદવાર રામસિંહ વાણવીનો ૧૧૬૨ અને વોર્ડ નંબર ૬માં રાણીબેન કામળિયાનો ૪૯૦ મતથી વિજય થયો છે.
  • કચ્છમાં ગાંધીધામમાં વોર્ડ નંબર બેમાં ખાલી પડેલી બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉેમદવાર દિનેશ લાલવાણીએ ૨૦૯૬ મતથી કોંગ્રેસ સામે જીત મેળવી છે.
  • સુરેન્દ્ર નગરમાં ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપના જીલાભાઈ મેવાડા અને મહેસાણામાં વડનગર પાલિકાની એક બેઠકની ચૂંટણીમાં ભાજપના કનુભાઈ પટેલ બીનહરિફ ચૂંટાયા છે.- મોરબીમાં વાંકાનેર નગર પાલિકાના વોર્ડ નંબર ૬ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અંસોયાબા જાડેજાની ૭૯૨ મતથી જીત થઈ છે.
  • પાલીતાણમાં વોર્ડ નંબર ૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ ભાજપને ૨૦૦ મતથી હરાવીને ચૂંટાયા છે.
  • નર્મદામાં રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રિકા વસાવાએ ભાજપના ઉમેદવાર હિનલ વસાવાને ૧૪૫ મતથી હાર આપી હતી
  • પાટણમાં સિધ્ધપુર નગરપાલિકાની બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત મોદી ૪૬૧ મતે જીત્યા છે.
  • નડીયાદના વોર્ડ નંબર ૭ની બેટક પર ભાજપના ઉમેદવાર ધારીત પટેલ ૩૩૫૦ મતે ચૂંટાઈ આવ્યા છે.

Related posts

ઝીકા વાઇરસના ૩ શંકાસ્પદ કેસ દેખાતા ફફડાટ

aapnugujarat

એઇસીબ્રિજ નીચે ટ્રાફિકજામની સ્થિતિ માથાના દુઃખાવા સમાન

aapnugujarat

રામપુરા ગામે ટ્રેકટરના ઝગડામાં હુમલો કરાયો

editor

Leave a Comment

UA-96247877-1