Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૨૦૧૮માં માર્ગ અકસ્માતમાં ૫,૯૨૩ લોકો બન્યાં કાળનો કોળિયો, સૌથી વધુ યુવાનો !

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યા લાખોમાં વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ માર્ગ અકસ્માતની ઘટના પણ ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં સલામતી અને અનેક નિયમો હોવા છતા માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે લોકોમાં જાગૃતી લાવવા માટે અમદાવાદ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ એક માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ખાતે ૩૦માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૧૯ની ઉજવણી કરવામાં આવશે. ’સડક સુરક્ષા જીવન રક્ષા’ થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવશે જે અંદાજે એક સપ્તાહ સુધી ચાલશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ’સડક સુરક્ષા-જીવન રક્ષા’ થીમ અંતર્ગત ૪ ફેબ્રુઆરીથી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન ૩૦માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૧૯ની કરાશે ઉજવણી કરવામાં આવશે. જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને શપથવિધિ, માર્ગ સલામતી મેળાનું આયોજન કરવામાં આવશે.
સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે કે નિયમો અંગે જાગૃતિ તથા સેમિનારનું ખાસ આયોજન કરવું.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચિંતાજનક રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૧૮ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન માર્ગ અકસ્માતના ૧૩,૯૧૪ નોંધાયા છે. આ અકસ્માતમાં કુલ ૫,૯૨૩ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો ચિંતાજનક વાત તો એ છે કે આ માર્ગ અકસ્માતમાં સૌથી વધુ ૨૨થી લઈ ૩૫ વર્ષના યુવાનો ભોગ બન્યા છે.

Related posts

ગાંધીનગર મનપા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે

editor

દક્ષિણ-નવા પશ્ચિમ ઝોનમાં પાણીની ગંભીર સમસ્યા યથાવત

aapnugujarat

शहर में दुकानों में चोरी करती गैंग के तीन साथी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1