Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં પૂર્વ અને પશ્ચિમમાં બે અલગ-અલગ પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી સંભાવના

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં નવા પ્રયોગો કરી શકે છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વ અને પશ્વિમ ઉત્તરપ્રદેશ માટે બે અલગ અલગ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ બન્ને અધ્યક્ષોનાં નામની જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મહાસચિવ બનાવાયા છે.
ઉત્તરપ્રદેશમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્વિમી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે. આ પ્રકારે પૂર્વ અને પશ્વિમી ઉત્તરપ્રદેશ માટે બે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે, એક પ્રદેશ અધ્યક્ષને બે પ્રભારી મહાસચિવો સાથે કામ કરવામાં મુશ્કેલી થશે, જેથી રાજ્યને બે વિભાગોમાં વહેંચીને અલગ અલગ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરાઈ શકે છે. આ પહેલા પાર્ટીએ રાજ્યની ચાર વિસ્તારોમાં વહેંચણી કરીને પ્રભારીઓની નિમણૂક કરી હતી.
પૂર્વ ઉત્તરપ્રદેશમાં કોઈ બ્રાહ્મણ નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવાની સંભાવનાઓ છે. જ્યારે પશ્વિમી ઉત્તરપ્રદેશમાં ઓબીસી અથવા મુસ્લીમ નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકાય છે.
ફોર્મ્યુલા નંબર-૧ઃ રાજ્યમાં બે પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે જેમાં અલગ અલગ પ્રભારીઓ સાથે કામ લેવામાં આવશે. આ બન્નેની નીચે સેક્રટરી અને અન્ય ટીમ પણ કામ કરશે
ફોર્મ્યુલા નંબર-૨ઃ એક અધ્યક્ષ, ૪ વર્કિંગ અધ્યક્ષ, ૮ સેક્રેટરી જેમાં ૪ પશ્વિમી ઉત્તરપ્રદેશ અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં રહેશે.

Related posts

કોંગ્રેસ તેમના ભાઈ હોય તેમ ઘુસણખોરી કરનારાઓનો બચાવ કરે છે : શાહ

aapnugujarat

उन्नाव कांड : एम्स में लगी अदालत, जज लेंगे बयान

aapnugujarat

પાંચ દિવસમાં બીજી વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને અંશૂ જામસેન્પાએ ઈતિહાસ સર્જ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1