Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માયાવતી પર ભરોસો ન કરી શકાય,અખિલેશે બુઆ કેવી રીતે ગણાવી દીધા : શિવપાલ યાદવ

યાદવ પરિવારથી અલગ થઈ ગયેલા શિવપાલ યાદવે ભત્રીજા અખિલેશ યાદવ સામે હવે પૂરી રીતે મોરચો ખોલી નાંખ્યો છે. પોતાની અલગ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરનારા શિલપાલ યાદવ ફિરોઝાબાદમાંથી લોકસભાની ચૂંટણી લડશે.જ્યાંથી હાલમાં તેમના પિતરાઈ રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ સાંસદ છે.યુપી વિધાનસભા પહેલા યાદવ પરિવાર વચ્ચેની યાદવાસ્થળી લોકસભા ચૂંટણીમાં પણ દેખાશે.
શિવપાલ યાદવે ભત્રીજા અખિલેશ યાદવ પર હુમલો કરતા કહ્યુ હતુ કે ના તો હું અને નાતો નેતાજી(મુલાયમસિંહ)માયવતીને બહેન માનીએ છે તો અખિલેશે તેમને બુઆ(ફોઈ) કેવી રીતે ગણાવીદીધા. માયાવતી પર ભરોસો કરાય તેમ નથી. તેમણે સપાની સરકારને એક વખત ગુંડાઓની સરકાર ગણાવી હતી.શિવપાલ યાદવની પાર્ટી લોકસભાની તમામ ૮૦ બેઠકો પર ચૂંટણી લડશે.
પાર્ટીમાંથી ત્રણ યુવા નેતાઓની હકાલપટ્ટીના મામલે શિવરાજ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે મતભેદો સર્જાયા હતા.એ પછી શિવપાલ યાદવની ઈચ્છા વિરુધ્ધ અખિલેશ યાદવે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. એ પછી શિવપાલે પોતાની અલગ પાર્ટી બનાવવાનુ નક્કી કર્યુ હતુ.

Related posts

दिल्ली हाईकोर्ट को बम से उड़ाने की मिली धमकी

aapnugujarat

નક્સલવાદી નવા હુમલા કરવા માટે તૈયાર : હેવાલ

aapnugujarat

ભાજપ બધાંને આઇટીથી ડરાવવા માંગે છેઃ અહેમદ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1