Aapnu Gujarat
Uncategorized

લોકોમાં રાષ્ટ્ર નિર્માણ માટે પહેલેથી એકજૂટતા : વેંકૈયા નાયડુ

કેન્દ્રીય શહેરી વિકાસ અને માહિતી અને પ્રસારણ મંત્રી એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત ત્રણ વર્ષમાં રાષ્ટ્ર નિર્માણમાં લોકો વધુ એકજૂટ થયા છે અને સરકારે તેમને નિરાશામાંથી નિકાળી નવી આશઆઓ પ્રત્યે પ્રેરિત કર્યા છે. આજે દરેક નાગરિક ભારતીય હોવા પર ગર્વ અનુભવી રહ્યો છે. તેમણે કહ્યું કે સમાજના વિભિન્ન વર્ગોના લોકોને સશક્ત કરી દેશવાસીઓની આશાઓ અને અપેક્ષાઓના નવા દેશનો મજબૂત પાયો રખાયો છે.કેન્દ્ર સરકારના ત્રણ વર્ષ પુરા થવાના અવસર પર શ્રી વેંકૈયા નાયડુએ ઘણી ટ્‌વીટ કરી કહ્યું કે “મોદી” સરકારના ત્રણ વર્ષના કાર્યકાળે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પહેલાથી વધુ નિશ્ચિય અને એકજૂટ કર્યો છે. લોકો નિરાશાથી બહાર નીકળ્યા છે અને દેશ નવી ક્ષિતિજ તરફ ઝડપથી વધી રહ્યો છે. ૨૦૧૪માં મળેલા જનાદેશના અનુરૂપ રચના થઈ રહી છે. ધન્યવાદ ટીમ ઈન્ડિયા ત્રણ વર્ષના નિર્ણાયક, ઈમાનદાર, દેખરેખ કરનારી, વિચારશીલ, પ્રગતિશીલ, ઉત્તરદાયી અને સશક્ત સુશાસને લોકોની આશાઓ અને અપેક્ષાઓથી ભરેલા નવા ભારતની બુનિયાદ રાખી છે. ગામડા, ગરીબ, ખેડૂત, યુવા, મજદૂર, મહિલા, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને મહિલાઓને સશક્ત કર્યા છે અને દેશ અને દેશવાસીઓના સામર્થ્યની શરૂઆત થઈ છે.મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળે દરેક નાગરિકને ભારતવાસી થવા પર ગર્વનો અનુભવ કર્યો છે. સ્વયં અને નેતૃત્વ પર વિશ્વાસ પુનઃ સ્થાપિત થવાથી દેશ વિકાસની નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરશે.કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી નાયડૂએ ટ્‌વીટ કરી કહ્યું કે ‘ત્રણ વર્ષના શહેરી સુધાર કાર્યક્રમોએ પુનરુત્થાનશીલ શહેર ભારતના નિર્માણ માટે શહેરો અને રાજ્ય સરકારોમાં નવો ઉમંગ ભર્યો છે. એક બીજાથી પ્રતિસ્પર્ધા કરી રહેલા શહેર ઉન્નત શહેરી જીવનની આશાનો સંચાર કરે છે. ધન્યવાદ ટીમ ઈન્ડિયા. પહેલી વખત ૫૦૦ અમૃત શહેર અને ૯૮ સ્માર્ટ શહેરની પાસે શહેરી આધારભૂત માળખું અને જીવન સ્તરમાં બદલાવ માટે પાંચ વર્ષની કાર્યયોજના છે. ગત ત્રણ વર્ષોમાં શહેરી આધારભૂત માળખામાં સુધાર માટે ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણને સંમતિ પ્રદાન કરાઈ છે.

Related posts

અમદાવાદમાં વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડેની ઉજવણી કરાઈ

aapnugujarat

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

editor

प्रधानमंत्री मोदी ने राजकोट में एम्स की रखी आधारशिला

editor

Leave a Comment

UA-96247877-1