Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતો, ગરીબોની વાત નહીં કરીએ તો તેઓ મતનો પાવર બતાવતા હોય છે : અલ્પેશ ઠાકોર

આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને લઈ ઠાકોર સેનાના પ્રમુખ તેમજ રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજથી એટલે ૨૦ જાન્યુઆરીથી અંબાજી ખાતે મા અંબાના ધામથી ગરીબ એકતા યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા રાજ્યના નાનામાં નાના ગામોમાં ફરશે. દોઢ માસ સુધી ચાલનારી આ યાત્રામાં કિસાનો, બેરોજગારોને જાગૃત કરવામાં આવશે.
વ્યસન મુક્તિ, શિક્ષણ અને બેરોજગારી મામલે જાગૃત્તિ લાવવા માટે અલ્પેશ ઠાકોર પણ રાજ્યભરમાં ફરશે.જ્યારે અલ્પેશ પટેલને પૂછવામાં આવ્યું કે આ આવનારી ચૂંટણીનાં ભાગરૂપે થઇ રહ્યું છે ત્યારે તેમણે કહ્યું કે, ’ આ કોઇ રાજકીય યાત્રા નથી આ યાત્રા છે પ્રેમની, સામાજિક બદલાવ માટેની યાત્રા. આ એક પ્રેમનાં સંદેશા માટેની યાત્રા છે. આ યાત્રામાં વ્યસન મુક્તિ, શિક્ષણ અને બેરોજગારી અંગે જાગૃત્તિ ફેલાવવામાં આવશે. આમાં કોઇ જ રાજકીય કામ નહીં થાય.આને ચૂંટણી સાથે ન મૂલવશો.
અલ્પેશ ઠાકોરે આગળ જણાવતાં કહ્યું કે, ’આ યાત્રા યુવાન, બેરોજગાર, ખેડૂતો, ગરીબો માટેની છે. અમે જે મુદ્દા લઇને ચાલી રહ્યાં છે તે વ્યસન મુક્તિ,શિક્ષણ અને બેરોજગારીમાં સતત નિરંતર કામ કરવું પડે છે તો જ જાગૃત્તિ ફેલાઇ છે. તો જ સમાજમાં કામ થાય છે. અમે સામાજિક બદલાવ કરવા માંગીએ છીએ.
અલ્પેશે આ જાગૃત્તિ અભિયાન અંગે આગળ જણાવતાં કહ્યું કે, ’રાજકીય રીતે વાત કરીએ તો છેલ્લી ચૂંટણી ગઇ તેમાં બેરોજગાર, ગરીબો, મધ્યમવર્ગનાં અને ખેડૂતોએ મતનો પાવર બતાવી દીધો છે. અમે જે વાત કરી રહ્યાં છે તે આમની જ વાત કરી રહ્યાં છે. અમે તેમના માટે જ કામ કરી રહ્યાં છે. જો આ લોકોની વાત તેમના સન્માનની વાત નહીં આવે તો આ લોકો જ રાજનીતિ નક્કી કરતાં હોઇએ છીએ. જો આ લોકો રાજકીય તાકાત બતાવે જ છે. તો આ લોકોનાં અધિકારની વાત કરવી જ જોઇએ. મતદાનનાં પેટ્‌ર્નની વાત કરીએ તો આ લોકોમાંથી જ ૮૦ ૯૦ ટકા મતદાન કરતાં હોય છે.’

Related posts

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

editor

અમ્યુકો બજેટ : જંત્રી આધારિત ટેકસ રાહત પાછી ખેંચી લેવાઇ : નવા પશ્ચિમ ઝોનના કરદાતાઓમાં રોષની લાગણી

aapnugujarat

કેનેડા બોર્ડર પર ગુજરાતી પરીવારની ઘટના બાદ, પોલીસ વડા આશિષ ભાટીયાએ યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સી સાથે ચર્ચા કરી હતી.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1