Aapnu Gujarat
ગુજરાત

બીટકોઈન મામલો : નલિન કોટડીયાના જામીન મંજૂર

કરોડો રૂપિયાના બીટકોઈન તોડના ચર્ચાસ્પદ મામલામાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. કોર્ટે નલિન કોટડીયાના જામીન મંજૂર કર્યા છે. એટલે કે થોડા સમય માટે જેલમાંથી મુક્તિ મળશે.પ્રાપ્ત માહિતી અનુસાર, ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા હાલમાં કરોડો રૂપિયાના બીટકોઈન તોડ મામલે જેલમાં હતા, આ સમયે તેમણે બીમાર માતાની સારવાર માટે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને લઈ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે નલિન કોટડીયાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.કોર્ટની સુનાવણી બાદ હવે પોલીસ જરૂરી કાર્યવાહી કરી નલિન કોટડીયાને જેલ મુક્ત કરશે. બીમાર માતાની સારવાર માટે કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ચર્ચાસ્પદ કરોડોના બીટકોઈન તોડ મામલે સીબીઆઈએ ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ કરી હતી. ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી બીટકોઇન કેસની કુલ ત્રણ ફરિયાદ પૈકી પહેલી ફરિયાદ નોંધાવનાર શૈલેષ ભટ્ટના આરોપ પ્રમાણે અમરેલી પોલીસ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ મળી તેમનું ગાંધીનગરથી અપહરણ કરી ૧૨ કરોડના બીટકોઇન પડાવી લીધા હતા.
જો કે આ મામલે સીઆઈડી દ્વારા નિવેદન નોંધાવવા માટે નલીન કોટડીયાને સમન્સ મોકલ્યા પછી તેઓ ફરાર થઈ ગયો હતા. ફરાર થયેલા કોટડીયાને શોધવા માટે સીઆઈડી ક્રાઈમની વિવિધ ટીમે કામે લાગી હતી. લગભગ બે મહિનાની લાંબી મહેનત બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે નલીન કોટડીયા મહારાષ્ટ્રના ધૂલિયા પાસે અંતરિયાળ વિસ્તારમાં છે. આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી અને જે એમ ચાવડાને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવ્યા હતા. શનિવારની મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ સ્થળે દરોડો પાડતા નલીન કોટડીયા ઉંધતા ઝડપ્યા હતા.આ મામલે હવે કોટડીયાની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે.
સમગ્ર કૌભાંડમાં નલીન કોટડીયાનો રૂ.૬૬ લાખનો ભાગ હતો. જેમાંથી રૂ.૨૫ લાખ તેના ભાણા નમનને અમદાવાદ મોકલ્યા હતા, રૂ.૧૦ લાખ ધારીમાં તેમના સાળા નવનીતને આપ્યા હતા. તેના ભાણા નમને અમદાવાદથી આંગડિયા મારફતે રાજકોટ રૂપિયા મોકલ્યા હતા. આ રૂપિયાથી કોટડિયા ધારીમાં જમીન લેવા માંગતા હતા. કોટડીયાએ આ માટે પોતાના એક સંબંધી થકી રાજકોટના નાનકુ લાવારિયા નામના એક વ્યક્તિને પૈસા આપ્યા હતા. રાજકોટ ખાતેથી પોલીસે રૂ. ૨૫ લાખ રીકવર કર્યા હતા.

Related posts

शाहीबाग क्षेत्र में प्रेमी और प्रेमिका ने अपने-अपने घर फांसी लगाई : युवती की मौत

aapnugujarat

શંકરસિંહ હવે ચૂંટણી જીતી તથા જીતાડી શકે તેમ નથી : કોંગ્રેસ આગેવાન

aapnugujarat

ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ

editor

Leave a Comment

UA-96247877-1