Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

વાઇબ્રન્ટ સમિટની પૂર્ણહુતિ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્ણહુતિ થઇ છે. ગાંધીનગરના માહત્મા મંદિરર ખાતે મુખ્ય કન્વેનસનલ હોલમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકાયા નાયડુ તેમજ કેટલાક વિદેશના પ્રધિનિધિઓની હાજરીમાં સમિટનો સમાપન સમારોહ સંપન્ન થયો હતો.
જોકે, છેલ્લા દિવસે વાઇબ્રન્ટ સમિટ સાવ ફિક્કી લાગતી હતી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ તેમજ સનદીઓ અધિકારીઓના ચહેરા પર કોઇ ખાસ ઉત્સાહ જોવા મળતો નહતો.સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પ્રવચન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ આર્થિક પ્રગતિ થાય તે હેતુથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૩થી વાઇબ્રન્ટ સમિટ ચાલું કરી હતી.તે સમયે પણ વિરોધ પક્ષો દ્વારા આકરી ટીકા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ૧૦૦૦ લોકોથી શરુ કરેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં હવે લાખો લોકો જોડાયા છે. દેશ વિદેશના પ્રતિનિધિઓ ગુજરાત પર વિશ્વાસ રાખી રહ્યાં છે. આ વખતની વાઇબ્રન્ટમાં ૧૦૫થી વધુ દેશોના ડેલિગેશન સહિતના ૪૨૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. જેમાં ચાર રાષ્ટ્રોના વડા પણ આવ્યાં હતા. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. ચીનની કંપનીએ ગુજરાતમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે. આ કંપનીએ ૨૦૧૭ની વાઇબ્રન્ટમાં પણ ભાગ લીધો હતો. આ સમિટમાં ૨૮,૦૦૦થી વધુ એમઓયું થયું છે જેના થકી ગુજરાતના ૨૧ લાખથી વધુ લોકોને રોજગારી મળશે.મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે એસએમઇ તથા લધુ ઉદ્યોગોને વાઇબ્રન્ટના કારણે એક વૈશ્વિક પ્લેટફોર્મ અને સુવર્ણતક મળી છે. આગામી સમયમાં પણ ૨૦૦થી વધુ ઉદ્યોગપતિઓ સાથે રોકાણના સંદર્ભમાં ચર્ચા વિચારણા થશે. ૨૦૨૧ની સમિટ સૌથી વધુ સફળ બનશે એવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે.જ્યારે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ સમાપન સમારોહમાં પોતાના વક્તવ્યની શરુઆત ગુજરાતી બોલીને કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઇને હું આનંદ અનુભવું છું. સમિટને સફળ કરવા માટે હું તમામ નેતાઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવું છું. ઉપરાષ્ટ્રપતિએ સુંદર રીતે ગુજરાતી ભાષાનો પ્રયોગ કરતા કન્વેશન હોલમાં હાજર મહાનુભાવો અને લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાએ તેમજ જીએસટીનો ઉલ્લેખ કર્યો હતો. વિદેશમાં ગેરકાયદે બેંક એકાઉન્ટનો પ્રશ્ન ઉઠાવી તેઓએ કહ્યું કે આ પ્રશ્ન ફક્ત ભારતનો જ નહીં સમગ્ર વિશ્વનો છે માટે બધાએ સાથે રહેવું પડશે. તેઓએ કહ્યું કે આઇટી બ્યુટી બન્યું છે. વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વ માટે રેડકાર્પેટ પાથરી છે. જેના કારણે જ ભારતમાં આર્થિક પ્રગતિ વધુ તેજ થઇ રહી છે. સમાપન સમારોહમાં નાયબ નિતિન પટેલ, મુખ્ય સચિવ જે.એન. સિંઘ તથા સીએમઓના આઇએસ અધિકારીએ પ્રવચન આપ્યું હતું. મુખ્ય સ્ટેજ પર ગુજરાતના મોટાભાગના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, અભિનેતા વિવેક ઓબેરોય તથા વિદેશના કેટલાક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

અમદાવાદમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ

aapnugujarat

આવતીકાલે કોલકત્તા નાઇટ અને રાજસ્થાનની વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ રમાશે

aapnugujarat

એરસેલ કેસ : કાર્તિની સામે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1