Aapnu Gujarat
Uncategorized

ભાજપના નેતા એટલા ગરીબ નથી કે ગૌચરની જમીન આપવી પડેઃ હાર્દિક પટેલ

રાજકોટ શહેર નજીક આવેલા ઇશ્વરીયા ગામના લોકો ગૌચરની જમીન મુદ્દે બે દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ગામના ગૌચરની ૧૦ એકર જેટલી જમીન ભાજપના નેતાના એક ટ્રસ્ટને આપી દેવાના મામલે ગામ લોકો ધરણા પર બેઠા છે. ગામ લોકો માંગણી કરી રહ્યા છે કે તેમની જમીન પરત આપવામાં આવે. પાસ નેતા હાર્દિક પટેલ તેમજ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બુધવારે ગામલોકોની મુલાકાત લીધી હતી તેમજ ગામલોકોને મદદની પૂરતી ખાતરી આપી હતી.
આ પ્રસંગે હાર્દિક પટેલ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા.ઇશ્વરીયા ખાતે હાજર રહેલા હાર્દિકે કહ્યું કે, ગાયને માતા કહેવાય પરંતુ તેની જમીન આપી દેવામાં આવે છે. ગામના સરપંચને કલેક્ટરના પાવર સાથે સત્તા પર બેસાડવામાં આવ્યો છે. છતાં કોઈ જ ઠરાવ કરી કે મંજૂરી વગર લીધા વગર ગૌચરની જમીન ભાજપના એક ટ્રસ્ટને આપી દેવામાં આવી તે ખૂબ દુઃખની વાત છે. અહીં આજુબાજુ કોલેજો છે. આથી ભાજપના લોકોએ અત્યારથી પોતાનો વિકાસ કરવાની તૈયાર કરી લીધી છે. પ્રશાંતભાઈ અને વિજયભાઈ રૂપાણી ભત્રીજા સાથે મળીને આ કરી રહ્યા છે. એક વ્યક્તિથી કંઈ ન થાય. આ ઘટનામાં મામલતદાર, કલેક્ટર અને બીજેપીના નેતાઓ પણ સામેલ છે. ગામના લોકોને જરૂર પડશે ત્યાં સુધી હું તેમની સાથે રહીશ.હાર્દિકે વધુમાં કહ્યું કે, કલેક્ટરે દખલગીરી કરીને આ રોકવું જોઈએ. ભાજપના નેતાઓ ગરીબ નથી કે તેમને ગૌચરની જમીન આપવી પડે. બહું પૈસા હોય તો જમીન ખરીદીને લોકોનો વિકાસ કરો. કલેક્ટરે પ્રાથમિક જવાબદારી સમજીએ આ બધુ રોકવું જોઈએ.ધરણા કાર્યક્રમ ખાતે હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્ર મોદી ફક્ત નામકરણ કર્યા રાખે છે. વિજય રૂપાણી પરિવારના એક ટ્રસ્ટી સહિતના ભાજપના બધા અગ્રણીઓના ટ્રસ્ટની ૧૦ એકર જેવી જમીન ગામને પરત જોઈએ છે. જમીન પરત લેવા માટે ગામલોકો ઉપવાસ પર બેઠા છે. કલેક્ટરે પણ અહીંના ધારાસભ્યને ગેરવાજબી જવાબ આપ્યો છે. ગામ લોકો જ્યાં સુધી લડવા માંગશે ત્યાં સુધી અમે તેમની સાથે લડત લડીશું.રાજકોટના ઇશ્વરીયા ગામની ૧૦ એકર જેટલી જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા પોતાના ટ્રસ્ટના નામે કરવામાં આવી છે. આ મામલે રાજકોટ જિલ્લાના યુવા ભાજપના મહામંત્રી અને ગામના સરપંચ રોહિત ચાવડા ઉપવાસ પર બેઠા છે. કલેક્ટરે ગૌચર જમીન ખાનગી લોકોને ફાળવી દેતા ગામ લોકોમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે ઈશ્વરીયા ગામના લોકો ગામ ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. જે ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવી છે તેમાં સીએમ વિજય રૂપાણીના પરિવારના એક સભ્ય પણ સામેલ છે.

Related posts

રાજકોટવાસીઓને બમણી ખુશી, ૨૫૦૦ એકરમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે

aapnugujarat

રાજ્યમાં વધતા ક્રાઈમને લઈને સુરેન્દ્રનગર ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

editor

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧ માં ૧૩૮ બાળકો વચ્ચે યોજાઈ તદુંરસ્તી હરીફાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1