Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણી ફોરેન પોલિસી મેગેઝીનની ટોપ-૧૦૦ ગ્લોબલ થિંકર્સ લિસ્ટમાં સામેલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીએ ટોપ-૧૦૦ ગ્લોબલ થિંકર્સની વાર્ષિક લિસ્ટમાં સામેલ કર્યા છે.
મેગેઝીન પ્રમાણે દેશમાં સ્માર્ટફોન ઈન્ટરનેટ ક્રાંતિને પ્રોત્સાહન આપવાનો શ્રેય મુકેશ અંબાણીને જાય છે.ફોરેન પોલિસી મેગેઝીનનું કહેવું છે કે, જિયોના લોન્ચિંગની શરૂઆતના ૬ મહિનામાં ફ્રી કોલ અને ડેટા આપવામાં આવ્યો હતો. આ કારણથી દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સ્માર્ટફોન ઈન્ટરનેટ ક્રાંતિમાં વધારો આવ્યો હતો.
ટોપ-૧૦૦ ગ્લોબલ થિંકર્સ લિસ્ટમાં અલિબાબાના કો-ફાઉન્ડર અને ચેરમેન જેક માને પણ સામેલ કરવામાં આવ્યા છે. આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીન લૈગાર્ડ અને ટીવી હોસ્ટ ફરીદ જકારિયા પણ આ લિસ્ટમાં સામેલ છે.મુકેશ અંબાણી ગયા વર્ષે જેક માને પાછળ પાડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીની હાલની સંપત્તિ ૩.૦૫ લાખ ડોલર એટલે કે રૂ. ૪૩૬૦ કરોડ છે અને જેક માની ૨.૬૩ લાખ ડોલર એટલે કે રૂ. ૩૭૭૦ કરોડ છે.

Related posts

पेटीएम पेमेंट्स बैंक ने नवंबर में बेचे 6 लाख फास्टैग

aapnugujarat

ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઇન ખરીદી ૫૦-૬૦% વધી

aapnugujarat

ફ્લીપકાર્ટની મલ્ટી ચેનલ રિટેલની શરૂઆત કરવાની યોજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1