Aapnu Gujarat
બિઝનેસ

વોટ્‌સએપમાં હવે મેસેજ ટાઈપ કરવામાંથી મળશે મુક્તિ!

આમ તો વોટ્‌સએપમાં ઓડિયો રેકોર્ડિંગ ફીચર છે, પરંતુ હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે વોટ્‌સએપ એક નવું ફીચર લાવી રહ્યું છે. હવે યુઝર્સને પોતાના મેસજને ટાઇપ કરવાની જરૂર નથી અને તેઓ પોતાના મેસેજને બોલીને જ મોકલી શકે છે.વોટ્‌સએપ હવે એક નવું માઇક અથવા ડિકટેશન ફીચર લાવી રહ્યું છે, આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ પોતાના મેસેજને બોલીને પણ લખી શકે છે પરંતુ મેસેજ મોકલવા માટે મેન્યુઅલી સેન્ડ બટન દબાવવું પડશે. આ ફીચર એન્ડ્રોયડ અને આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે.નોંધનીય છે કે, ડિકટેશન ફીચર ગૂગલ આસિટન્ટ અને સીરી જેવા સ્માર્ટ વોઇસ આસિટન્ટમાં ઉપલબ્ધ છે. પરંતુ વોટ્‌સએપ હવે આ ફીચરને પોતાના એપમાં ઇન બિલ્ટ તરીકે ઉપલબ્ધ કરાવશે, જેથી કીબોર્ડ પર બનેલા માઇક આઇકોનને દબાવીને પોતાનો મેસેજ ડિક્ટેટ કરી શકાશે અને મેસેજ ટાઇપ થઇ જશે. યુઝર્સે માત્ર સેન્ડનું બટન દબાવવું પડશે.

Related posts

GDP पर क्रिसिल की रिपोर्ट चिंताजनक, 2019-20 के लिए ग्रोथ रेट घटाकर किया 6.3 फीसदी

aapnugujarat

૨૦૧૭નું વર્ષ આઇપીઓ માર્કેટ માટે રહ્યું ગોલ્ડન યર

aapnugujarat

૨૦૨૦ સુધીમાં આયુષ ઈન્ડસ્ટ્રીઝમાં ૨.૬ કરોડ નોકરીઓ : સુરેશ પ્રભુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1