Aapnu Gujarat
બિઝનેસ

ફ્લીપકાર્ટની મલ્ટી ચેનલ રિટેલની શરૂઆત કરવાની યોજના

રિલાયન્સ રિટેલ નવા કોમર્સ મલ્ટી ચેનલ રિટેલની શરૂઆત કરવાની યોજના બનાવી ચૂક્યા છે જ્યાં ઘણા લાખો કરિયાણાની દુકાનો અને બીજા નાના સ્ટોર્સને સામેલ કરવામાં આવશે. પરંતુ હવે વોલમાર્ટ અધિકૃત ફ્લિપકાર્ટ પણ તેને ટક્કર આપવા માટે પોતાની કમર કસી લીધી છે. તેની શરૂઆત ફ્લિપકાર્ટ ૧૫,૦૦૦ નાની દુકાનો, બ્યૂટી સલૂન, વેચાણ અને દવાઓની દુકાનોથી કરશે.
તો બીજી તરફ આગામી સમયમાં બીજી પણ પ્રોડક્ટ્‌સને સામેલ કરશે તો બીજી તરફ આ સ્ટોર્સને ડિલિવરી એજન્ટ્‌સની મદદથી ચલાવવામાં આવશે.ઇ-કોમર્સ જોઇન્ટ હાલ તેની શરૂઆત તેલંગાણાથી કરી રહ્યા છે જ્યાં ૮૦૦ નાના દુકાનદાર મોબાઇલ ફોનને ફ્લિપકાર્ટ એપ દ્વારા વેચી રહ્યા છે. તેના માટે ફ્લિપકાર્ટે આ દુકાનદારોથી ભાગીદારી કરે છે. આ દુકાનોને અલગથી બિઝનેસ માટે ફ્લિપકાર્ટ એપ સાથે લિંક કરવામાં આવી છે. તેમાં મોટાભાગના કરિયાણાની દુકાન છે તો આગામી સમયમાં વધુ દુકાનોને સામેલ કરવામાં આવી શકે છે. દેશની ઇ-કોમર્સ કંપનીએ સમયની સાથે ભારતમાં પહોંચ વધારી રહી છે અને તે ફૂડથી ફેશન કેટેગરીમાં દર વર્ષે અરબો ડોલરનો બિઝનેસ કરી રહી છે. પરંતુ એ પણ વિચારે છે કે દેશમાં ૯૫ ટકા રિટેલ બિઝનેસ પર હજુપણ ફિજિકલ સ્ટોર્સનો કબજો છે.
રિલાયન્સના આ વર્ષ ઇ-કોમર્સ સેગમેંટમાં ઉતરવા આ કંપનીઓ વચ્ચે મુકાબલો તેજ થશે. રિલાયન્સ પણ કિરાણા સ્ટોરનો મોટા સ્તર પર પોતાના ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડવાની યોજના પર કામ કરી રહી છે.
ફ્લિપકાર્ટ તેલંગાણાના પ્રોજેક્ટ દ્વારા દર મહિને ૧૫-૨૦ કરોડના સ્માર્ટફોન વેચી રહી છે. તેનાથી કંપની ઉત્સાહિત છે આગામી મહિનામાં તે આ મોડલને દેશભરમાં લઇ જવા માંગે છે. તેમણે જણાવ્યું કે તેનાથી ફ્લિપકાર્ટ અને દુકાનદારો બંનેને ફાયદો થશે. તેનાથી ઇ-કોમર્સ કંપનીને મોબાઇલ ફોન જેવા પ્રોડક્ટ માટે નવા ગ્રાહક મળશે તો દુકાનદારોને દરેક સોદા પર કમીશન. ફ્લિપકાર્ટની ફેશન યૂનિટ મિંટ્રા પણ ૫૦ શહેરોમાં ૯,૦૦૦ નાના સ્ટોર્સ દ્વારા ડિલીવરી કરી રહી છે. તેણે તેના માટે મેંસા નેટવર્કને ૨૦૧૭માં શરૂ કર્યું હતું.
જોકે ફ્લિપકાર્ટ પહેલીવાર સામાન વેચવા માટે નાની દુકાનોનો ઉપયોગ કરવા જઇ રહી છે. રિલાયન્સ ઓફલાઇન અને ઓનલાઇનને એકસાથે લીંક કરવાની યોજના બનાવી રહી છે. તેની મદદથી પ્રોડક્ટસને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે તો બીજી તરફ યૂજર્સ પાસે રિલાયન્સ નેટવર્કના સ્ટોર્સ અથવા પછી આઉટલેટ્‌સ દ્વારા ખરીદવાની તક હશે.

Related posts

मामूली बढ़त के साथ बंद हुआ शेयर बाजार

aapnugujarat

ત્રણ વર્ષમાં રોકાણકારની સંપત્તિમાં રૂ. ૫૦ લાખ કરોડનો વધારો

aapnugujarat

ભારતીય અમીરોની સંપત્તિ દરરોજ ૨૨૦૦ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1