Aapnu Gujarat
શિક્ષણ

માંડલની શાશ્વત વિદ્યાલય ખાતે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

માંડલ ગામના વિરમગામ રોડ પર આવેલ શાશ્વત વિદ્યાલયમાં કેજી થી લઈને ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાશ્વત વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્સવનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે બુધવારે શાશ્વત વિદ્યાલયનો ૧૪મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો જેમાં ધો.૫ થી લઈને ૧૦-૧૨ સુધીના વિદ્યાર્થીઓએ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. હિન્દૂ સંસ્કૃતિ ને લઈને દરેક ગીતો પર પરફોર્મન્સ કરવામાં આવેલ હતું અને લેસર કિરણો વાળી લાઈટોનો ભવ્ય સેટ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ,સ્કૂલના શિક્ષકો, સંચાલકો અને માંડલના નાગરિકો અને પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉપસ્થિત લોકોમાં શાશ્વત વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં રજુ કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા)

Related posts

ગુજરાતની શાળાઓ હવે કોરોના સામે શાળામાં જ વેક્સિનેશન ડ્રાઈવ કરશે

editor

ટેટ – ટાટ પાસ ૫૦ હજાર યુવાનો ભરતીની રાહ જાેઇ રહ્યા છે

editor

નવરાત્રિના વેકેશનને ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1