Aapnu Gujarat
શિક્ષણ

નવરાત્રિના વેકેશનને ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય

વર્ષ ૨૦૧૯-૨૦ના ચાલુ શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં પણ નવરાત્રિ વેકેશનને ચાલુ રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કરતા ખેલૈયાઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત સરકારે સર્વસંમતિથી આ નિર્ણય કર્યો છે. શૈક્ષણિક સમિતિમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવી હતી. કેલેન્ડર વર્ષમાં નવરાત્રિ વેકેશન આઠ દિવસનું રહેશે જ્યારે દિવાળી વેકેશન ૧૩ દિવસ માટે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૫મી ઓક્ટોબરથી દિવાળી વેકેશનની શરૂઆત થશે જ્યારે નવરાત્રિ ઉત્સવને લઇને વેકેશનને જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રિ વેકેશન આઠ દિવસ માટે રહેશે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી, ખાનગી ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે અમલી રહેશે. વર્ષ ર૦૧૮-૧૯ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલ નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે. રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.૩૦/૯/ર૦૧૯ થી તા.૭/૧૦/ર૦૧૯ સાથે ૮ (આઠ) દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/૧૦/ર૦૧૯ થી તા.૬/૧૧/ર૦૧૯ના સમયગાળા દરમિયાન ૧૩ (તેર) દિવસનું વેકેશન આપવામાં આવશે.

Related posts

વાલીમંડળના શાળા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

aapnugujarat

યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતનાં ૩૫ વિદ્યાર્થીઓ પાસ

aapnugujarat

જેઇઇ મેઇનની અરજીમાં ૨૨મી સુધી સુધારો કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1