Aapnu Gujarat
Uncategorized

રાજકોટવાસીઓને બમણી ખુશી, ૨૫૦૦ એકરમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે

નવા વર્ષની શરુઆતમાં જ નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની જાહેરાતને પગલે રાજકોટવાસીઓની ખુશી બમણી થઈ ગઈ છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં આ એમઓયુ સંપન્ન થયાં હતાં.આ સમજૂતી કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબા અને ૪૫ મીટર પહોળા રન-વે સાથે ૨૫૦૦ એકર વિસ્તારમાં નિર્માણ પામશે.આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ ૫,૩૭૫ કિલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ ચએ ૩૨૦-૨૦૦ૃ, બોઇંગ ચબી ૭૩૭-૯૦૦ૃ જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.આ સૂચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્સી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.આ એરપોર્ટ ૧૦૩૩ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે, તેમાં ૧૫૦૦ એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, ૨૫૦ એકરનો ગ્રીન ઝોન હશે, ૫૨૪ એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે ૨૫૦ એકર જમીનનો ઉપયોગ થનાર છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટના નિર્માણમાં રૂ.રપ૦૦ કરોડનો ખર્ચ તબક્કા વાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.આ સમજૂતી કરાર ઉપર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ એરપોર્ટના નિયામક બસબકાંતી દાસ અને ગુજરાતના સરકારના સિવિલ એવીએશન નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતાં.

Related posts

ડીસા તાલુકાના સોયલા ગામે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ

editor

Development for us is not winning polls, but serving citizens: PM Modi

aapnugujarat

વ્યાજદરમાં વધુ ઘટાડો કરવા માટેની તકો : નાણાં મંત્રાલય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1