Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘યુતિ હોગી તો સાથી કો જીતાયેંગે, નહીં તો પટક દેંગે’ઃ અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના લાતુરમાં શિવસેનાનો સીધો નામોલ્લેખ કર્યા વગર ચેતવણી આપી હતી કે જો ગઠબંધન થશે તો પક્ષ પોતાના સાથી પક્ષોની જીત સુનિશ્ચિત કરશે અને જો આમ નહીં થાય તો પક્ષ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના પૂર્વ સાથી પક્ષોને કારમો પરાજય આપશે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ભાજપના કાર્યકરોને રાજ્યની લોકસભાની ૪૮માંથી ૪૦ બેઠકો જીતવાનું લક્ષ્ય આપ્યા બાદ અમિત શાહે આ ટિપ્પણી કરી હતી જે આડકતરી રીતે શિવસેનાને સ્પષ્ટ ચેતવણીરૂપ માનવામાં આવે છે.અત્યાર સુધી ગઠબંધન જાળવી રાખવાની સલાહ આપનારા અમિત શાહે ગઇ કાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અગર યુતિ હોગી તો સાથી કો જીતાયેંગે, નહીં તો પટક દેંગે.’ અમિત શાહે પક્ષ કાર્યકરોને જણાવ્યું હતું કે દરેક બુથ પર આપણે તૈયારીઓ કરવી જોઇએ. કાર્યકર્તાઓએ હવે ગઠબંધનની શકયતાને લઇને જે ભ્રમ પ્રવર્તે છે તેમાંથી બહાર આવવું જોઇએ.
પક્ષના કાર્યકરોએ અત્યારથી જ તમામ બુથ પર તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. તેમણે લોકસભાની આગામી ચૂંટણીની તુલના પાણીપતના ત્રીજા યુદ્ધ સાથે કરી હતી જેમાં મરાઠા સેનાને અફઘાન શાસક અહમદ શાહ દુર્રાનીની સેના તરફથી હારનો સામનો કરવો પડયો હતો.
અમિત શાહે કાર્યકરોને જણાવ્યું હતું કે ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પક્ષનો વિજય એટલો પ્રચંડ હોવો જોઇએ કે તેને જોઇને વિરોધ પક્ષોને હાર્ટએટેક આવી જવો જોઇએ.
ભાજપના ૧૧ કરોડ સભ્યો છે અને પક્ષની આજ સૌથી મોટી તાકાત છે. દરેક બુથને જીતવું પડશે અને તેની તાકાત પર જ આપણે બધાને મહાત કરી શકીશું.

Related posts

મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે તો તે બંધારણનો અનાદર હશે : ઓવૈસી

editor

प्रधानमंत्री मोदी ने दिल्ली में राष्ट्रीय कैडेट कोर को किया संबोधित

editor

૫૬ ઇન્ચવાળા મોદી પાસે ડોકલામ અંગે યોજના હશે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1