Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નકવીનો ટોણો : ચાર દિવસ કામ કરીને રાહુલ ચાર મહિના તો પિકનિક પર રહે છે

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે ભાજપ વિરુદ્ધ ગઠબંધન રચવાના પ્રયાસોને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. નકવીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધનની ગાડીના ડ્રાઈવર પાસે લર્નર્સ લાયસન્સ પણ નથી અને તેઓ આ ગાડીને ખીણમાં નાંખી શકે છે.
નકવીએ એમ પણ કહ્યું કે કેટલાક વિરોધી નેતાઓ, એટલે સુધી કે કેટલાક અનુભવી નેતાઓની પણ આ મજબૂરી છે કે તેઓ ગાંધીને સમર્થન આપે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક બાજુ નરેન્દ્ર મોદી છે, બીજી તરફ રાહુલ ગાંધી છે જે ચાર દિવસ કામ કરે છે અને પછી ચાર મહિના માટે પિકનિક પર જાય છે. વડાપ્રધાન મોદીએ તો સાડા ચાર વર્ષમાં એક રજા પણ નથી લીધી. આ બન્ને વચ્ચેની તફાવત છે.વિપક્ષી ગઠબંધન વિશે લઘુમતી કાર્યમંત્રીએ કહ્યું કે ભાજપ વિરુદ્ધ એક મોટું ગઠબંધન બની રહ્યું છે, અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા તેનું સંકલન કરી રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સના વડા એક અનુભવી નેતા છે અને વરિષ્ઠ લોકોએ સમજવું જોઇએ કે ’ગઠબંધનની ગાડીના ડ્રાઈવીંગ સીટ પર બેઠેલા વ્યક્તિની પાસે લર્નર્સ લાઇસન્સ પણ નથી અને આ ગાડી ગમે ત્યારે કોઈ ખાડીમાં પડશે અથવા ક્યાંક પલટી જશે.ભાજપના નેતાએ કહ્યું કે એટલા બધા ખેલાડીઓ એક અનાડી પાછળ ચાલી રહ્યા છે તો અમે શું કરી શકીએ. ૬૧ વર્ષીય નકવીએ પણ વિશ્વાસ દર્શાવ્યો છે કે ભાજપ અને એનડીએનું પ્રદર્શન આગામી લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪ જેવું જ હશે. ગત વખતે અમે નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડ્યા હતા, આ વખતે અમે તેમના કામ પર ચૂંટણી લડીશું.તે પૂછવા પર કે શું વિપક્ષની તે દલીલોમાં દમ છે કે ભાજપ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં કૃષિ સંબંધિત સમસ્યાઓના કારણે હાર્યું છે? તેના જવાબમાં નકવીએ કહ્યું કે ભાજપના વોટ પ્રતિશતમાં કોઇ ઘટાડો થયો નથી અને બેઠકોની સંખ્યા પણ વધુ ઓછી થઈ નથી. જો કે રાજ્યોમાં અમે અવશ્ય હાર્યા છીએ. અમે ફીડબેક લઇશું અને તે હિસાબથી કામ કરીશું.

Related posts

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લોકસભા સાથે થશે

aapnugujarat

भारत -जर्मनी के बीच एक नए संबंध की हो सकती है शुरुआत

aapnugujarat

अंबानी की Z+ सिक्यॉरिटी पर बोला SC, पैसे वाले उठा सकते हैं खुद की सुरक्षा का खर्च

editor

Leave a Comment

UA-96247877-1