Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામમંદિર મુદ્દે સુપ્રિમ ટૂંકમાં નિર્ણય આપે,નહીં તો અધ્યાદેશનો વિકલ્પ ખૂલ્લો : રામ માધવ

ભાજપ મહાસચિવ રામ માધવે બુધવારે કહ્યું કે, રામ મંદિર પર અધ્યાદેશનો વિકલ્પ હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે, હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટ કેની સુનાવમી ૪ જાન્યુઆરીએ કરવાની છે. અમને આશા છે કે, કોર્ટ આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ જલદી સુનાવણી કરે અને નિર્ણય સંભળાવે. જો આવું થાય કો અમારી પાસે બીજો રસ્તો છે. આ પહેલાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ સુપ્રીમ કોર્ટની રામ જન્મભૂમિ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટ અંર્તગત કરવાની માંગણી કરી હતી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું કાયદા મંત્રી તરીકે નહીં પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે સુપ્રીમ કોર્ટને આ કેસનો ઝડપથી નિર્ણય લાવવાની અપીલ કરુ છું. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમઆર શાહ, અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ એઆર મસૂદી પણ હાજર હતા.
રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આ કેસમાં એટલા પુરાવા છે કે તેનું કંઈક સારુ પરિણામ આવી શકે છે. લોકો મારી પાસે આવીને મને પૂછે છે કે સમલૈંગિકતા પર ૬ મહિના, સબરીમાલામાં ૫-૬ મહિનામાં, અર્બન નક્સલ વિશે ૨ મહિનામાં નિર્ણય આવી શકે છે. તો આપણા રામલલ્લાનો વિવાદ ૭૦ વર્ષથી અટકેલો છે. ૧૦ વર્ષથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે તો આ વિશે સુનાવણી કેમ નથી થતી.

Related posts

P. Chidambaram are only a burden on Earth : TN CM Palaniswami

aapnugujarat

પાકિસ્તાન ત્રાસવાદી રાષ્ટ્ર બન્યું છે : ભારત

aapnugujarat

કુલભુષણ જાધવ કેસ મામલે આઈસીજેમાં ભારત ૧૭ એપ્રિલે જવાબ રજુ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1