Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુખ્યમંત્રી કમલનાથે કાર્યકરને જૂતા પહેરાવી સંકલ્પ પૂર્ણ કરાવ્યો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના એક કાર્યકર છે જેણે શપથ લીધી હતી કે જ્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે નહીં ત્યાં સુધી તે જૂતા નહીં પહેરે. હવે જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું સરકાર બની ગઇ છે, તો મુખ્યમંત્રી કમલનાથે પોતે તે કાર્યકર્તાને જૂતા પહેરાવ્યા હતા અને મુખ્યમંત્રીએ પોતે તેની માહિતી ટિ્‌વટર હેન્ડલ પર આપી હતી.
મુખ્યમંત્રી કમલનાથે લખ્યું કે બુધવારે નિવાસ પર મધ્યપ્રદેશના રાજગઢથી કાર્યકર્તા દુર્ગા લાલ કિરારને મળીને તેમને જૂતા પહેરવ્યા. દુર્ગા લાલ કિરારને સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે નહીં, ત્યાં સુધી તેઓ જૂતા નહીં પહેરે. મુખ્યમંત્રીએ કાર્યકરની નિષ્ઠાને સલામી આપી હતી.
મધ્યપ્રદેશમાં ૧૫ વર્ષ પછી કોંગ્રેસની સરકાર બની છે અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યમાં સતત ૧૫ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી અને ૧૩ વર્ષ સુધી શિવરાજ ચૌહાણ મુખ્યમંત્રી હતા. શિવરાજ ચૌહાણ પહેલા ઉમા ભારતી અને બાબુ લાલ ગૌંડ મુખ્યમંત્રી હતા. આ વખતની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. કુલ ૨૩૦ વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસને ૧૧૪ અને ભાજપને ૧૦૯ બેઠકો મળી હતી, પરંતુ ૪ અપક્ષ, ૨ બસપા અને એક સપા ધારાસભ્યથી સમર્થન મળ્યા બાદ કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ થઇ હતી.

Related posts

મહારાષ્ટ્રના ખેડૂતો હવે ફક્ત ₹1માં મેળવી શકશે પાક વીમો

aapnugujarat

सीएम शिवराज ने नारियल पानी पीकर उपवास तोड़ा

aapnugujarat

देश में इस साल स्वाइन फ्लू से अब तक ६०० लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1