Aapnu Gujarat
ગુજરાત

સુરતમાંથી ૩ કરોડ ૮૫ લાખની રદ થયેલી જૂની ચલણી નોટ સાથે એક ઝડપાયો

નોટબંધીના બે વર્ષ પૂરા થઈ ગયા હોવા છતા પણ જૂની ચલણી નોટો પકડાવાનો સિલસિલો યથાવત છે. આ જૂની કરોડો રૂપિયાની ચલણી નોટો પકડાઈ છે સુરતમાંથી. આ અગાઉ થોડા સમય પહેલા સુરતના બે યુવકોને નવસારી ટાઉન પોલીસે લાખો રૂપિયાની પ્રતિબંધિત ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો રાંદેર પોલીસને બાતમી મળી હતી કે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જૂની ચલણી નોટોની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસે એક મર્સિડિઝ કારનું ચેકિંગ કરતા તેમાંથી મોટી સંખ્યામાં જૂની ચલણી નોટના બંડલ મળી આવ્યા હતા. આ જૂની નોટોના બંડલ સાથે પોલીસ એક ઈસમની પણ ધરપકડ કરી હતી. પોલીસે આ જૂની ચલણી નોટોની ગણતરી કરતા ૩ કરોડ ૮૫ લાખની આ નોટો થઈ હતી.
ત્રણ મહિના અગાઉ પણ સુરતમાંથી ૫૦૦ અને ૧૦૦૦ના દરની ૩ કરોડ ૩૭ લાખની પ્રતિબંધિત ચલણી નોટો પકડાઈ હતી. વારંવાર જૂની ચલણી નોટો પકડાવવાના કિસ્સા પ્રકાસમાં આવવાના કારણે એવું લાગી રહ્યું છે કે, જૂની ચલણી નોટોને બદલવાની પ્રક્રિયા હજી પણ કોઈ જગ્યાએ ચોરી છૂપીથી ચાલી રહી છે. જ્યારે પણ જૂની પ્રતિબંધિત ચલણી નોટો પકડાઈ છે, ત્યારે લાખો અને કરોડોની જ નોટો પોલીસના હાથે લાગે છે. હાલ રાંદેર પોલીસે જૂની ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટના મુદ્દામાલને કબ્જે કરીને આરોપી કોની પાસેથી આ નોટ લાવ્યો હતો, કેટલા સમયથી નોટો બદલવાની ગુનાહિત પ્રવૃતિ કરી રહ્યો છે અને તેની સાથે આ કામમાં કેટલા લોકો જોડાયેલા તે અંગે માહિતી મેળવવા માટે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

પાટીદાર યુવક મોત મામલે ઉત્તર ગુજરાતમાં હિંસા થઇ

aapnugujarat

અનુ.જાતી પ્રત્યે જાહેરમાં અપમાનિત કરવા તેમજ ઘમકી આપતાં વિડીયો વાયરલ કરનાર વડોદરા ના શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા વિરમગામ દલિત હિત રક્ષક સમિતિ દ્વારા ટાઉન પોલીસ મા લેખિત રજુઆત

aapnugujarat

વિજાપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1