Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડૉકલામ વિવાદના એક વર્ષ બાદ ભારત-ચીન સૈનિકોએ સાથે ભાંગડા કર્યા..!!

ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલા ટકરાવના એક વર્ષ બાદ બંને દેશના સૈનિકો એકસાથે નાચતા-ગાતા જોવા મળ્યા છે. એક વીડિયોમાં ભારતીય સૈનિકો ચીનના સૈનિકોને ભાંગડા શિખવાડતા જોવા મળી રહ્યાં છે. હકીકતમાં ભારતીય સેના તરફથી જાહેર કરવામાં આવેલ વીડિયોમાં સંયુક્ત સૈના અભ્યાસની પૃષ્ઠભૂમિમાં એકસાથે બંને દેશના જવાન હાથમાં હાથની સાંકળ બનાવી ડાન્સ કરતા જોવા મળ્યા. બંને દેશના જવાનોના આ ફોટા સરહદ પર તણાવમાં ઘટાડા થયો હોય તેના નિર્દેશ આપે છે.
બંને સેનાઓએ પોતાના વાર્ષિક સૈન્ય અભ્યાસ ’હેન્ડ ઇન હેન્ડ’ની ૧૦ ડિસેમ્બરથી શરૂઆત કરી છે, જે ચીનના ચેંગડૂમાં ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. બંને દેશના જવાન વચ્ચે ફુટબોલની ફ્રેન્ડલી મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેનાએ ટિ્‌વટ કર્યું, ’હેન્ડ ઇન હેન્ડ, ૨૦૧૮ બોલે સો નિહાલ સત શ્રી અકાલ. ભારતીય સેના અને ચીનની સેના કઠોર બેટલ ઓબ્સ્ટેકલ કોર્સના અભ્યાસ બાદ હળવી ક્ષણોમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડોકલામ વિવાદ વચ્ચે બંને દેશ વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો જેના કારણે ભારત-ચીનની સેના આમને-સામને આવી ગઇ હતી. જો કે ચીનના વૂહાનમાં આ વર્ષે એપ્રિલમાં યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની અનૌપચારિક શિખર વાર્તા બાદ બંને દેશ વચ્ચે સંબંધોમાં સુમેળ જોવા મળી રહ્યો છે. બંને દેશના સૈનિકો વચ્ચેનો આ અભ્યાસ બંને દેશની સેના વચ્ચે મજબૂત સંબંધ બનાવાનો છે.

Related posts

કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી.એસ.યેદુરપ્પા પર દલિતોના અપમાનનો આરોપ

aapnugujarat

कीमतों में बड़ी गिरावट से प्याज के किसानों में गुस्सा

aapnugujarat

આધાર સેન્ટર સપ્ટેમ્બરથી સરકારી ઓફિસોમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1