કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.એસ.યેદુરપ્પા યેદુરપ્પા પર આરોપ લાગી રહ્યો છે કે તેઓએ દલિતોનું અપમાન કર્યું છે.કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.એસ.યેદુરપ્પા ફરી એકવખત વિવાદોમાં ફંસાતા જોવા મળી રહ્યાં છે.
યેદુરપ્પા પર આરોપ લાગી રહ્યો છે કે તેઓએ દલિતોનું અપમાન કર્યું છે. ત્યારે એક દલિતે યેદિયુરપ્પા વિરૂદ્ધ પોલીસમાં એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યેદિયુરપ્પાએ દલિતના ઘરે ભોજન કરવાનો ઢોંગ કર્યો હતો. જયારે કે તેમને ખાવાનું હોટલમાંથી મંગાવ્યું હતું… યેદુરપ્પા દલિત પરિવારના ઘરે ખાવાના સમયે પહોંચ્યા હતા. જો કે યેદિયુરપ્પાના બચાવમાં ઉતરેલાં ભાજપના નેતાઓએ આ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે. જયારે કે જનતાદળ સેક્યુલરના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામીએ બી.એસ.યેદિયુરપ્પાની નિંદા કરી છે.
તો કોંગ્રેસના અધ્યક્ષ જી.પરમેશ્વરાએ દલિત સમાજના લોકોએ પૂર્વ મુખ્યપ્રધાનને પાઠ ભણાવવો જોઈએ તેવી વાત ઉચ્ચારી છે. વેંકટેશ ડી નામના શખ્સે ફરિયાદ કરી હતી કે શુક્રવારે ચિત્રદુર્ગ જિલ્લાની યાત્રા દરમિયાન ભાજપના નેતા યેદિયુરપ્પાએ કેલકોટ ક્ષેત્રમાં એક દલિત પરિવારના ઘરે ભોજન લીધું હતું, પરંતુ તેઓએ આ ખાવાનું દલિત પરિવાર દ્વારા બનડાવવામાં આવ્યું હતું તે ન ખાતા હોટલમાંથી મંગાવી ભોજન લીધું હતું. યેદિયુરપ્પાના આવા વર્તનથી સમાજમાં ખોટો સંદેશ જાય છે તેમ ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે આ ફરિયાદ અંગે પોલીસે તપાસ કરતાં હોવાનું જણાવી જરૂર પડશે તો કાર્યવાહી કરશે તેવી પ્રતિક્રિયા આપી હતી.
પાછલી પોસ્ટ