Aapnu Gujarat
ગુજરાત

ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ

ગાંધીનગર એસઓજીના અધિકારીઓએ આજે એક આરોપીને છ કિલો ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ગાંજાના આ જથ્થાની કિંમત રૂ.બે લાખથી વધુ થવા જાય છે. ગાંધીનગર એસઓજીએ પકડાયેલા આરોપી કમલેશ ચાવડા વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર એસઓજીના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગુપ્ત વોચ ગોઠવી દહેગામના રહેવાસી એવા આરોપી કમલેશ ચાવડાને આંતરી તેની જડતી લેતાં તેની પાસેથી છ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આટલો મોટો જથ્થો કયાંથી લાવ્યો તેની તપાસ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે ગાંજાનો આ જથ્થો સુરતથી મંગાવ્યો હતો અને તે સુરતથી લાવ્યો હતો. પોલીસે આરોપીની કબૂલાતના આધારે ગાંજાનો જથ્થો સહિતના પુરાવા જપ્ત કરી તેની વિરૂધ્ધ એનડીપીએસ એકટની વિવિધ કલમો હેઠળ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગાંજાની હેરાફેરીના નેટરવર્કમાં આરોપી સાથે કોણ કોણ સંડોવાયેલા છે, સુરતમાં તે કોની પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો અને હવે તે કોને કોને ડિલીવરી કરવાનો હતો તે સહિતના તમામ મુદ્દે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Related posts

नारणपुरा विधानसभा क्षेत्र में खुद मेयर ने झाडु लगाकर सफाई की

aapnugujarat

અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં ત્રિપદા ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન

aapnugujarat

સોમનાથમા વેકસીનેશન મહા અભિયાનનો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1