Aapnu Gujarat
ગુજરાત

સોમનાથમા વેકસીનેશન મહા અભિયાનનો શુભારંભ

માલદે ગોહેલ ,ગીર-સોમનાથ

આજે વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશન ખાતે વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં ૨૫ વેકસીનેશન સાઇટ કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ખાતેથી કરાવ્યો હતો.
        આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયનના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણમાં જાગૃતિ આવી છે. રસીકરણ મહાઅભિયાનમાં વધુ લોકો જોડાય અને કોરોનાને મ્હાત આપવા સૈા કોઇ આગળ આવે ત્યારે જ આ મહાઅભિયાનનો હેતુ સર થશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, લોકો પોતાની જવાબદારી સમજી વેકસીન લઇ સુરક્ષિત બને. અગ્રણીશ્રી માનસિંગ ભાઇ પરમારે જણાવ્યું હતું કે, યુવાઓએ વેકસીન કરાવવું જોઇએ. કોરોના સામે વેકસીનેશન સુરક્ષા આપી શકે છે.
        કાર્યક્રમનું સંચાલન ડો.સિકોતરાએ અને સ્વાગત પ્રવચન ડો.બામરોટીયાએ તેમજ આભારવિધિ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા કરી હતી. કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ. ડો.અરૂણ રોય, સુપરવાઇઝર મેહુલ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઇ જાની અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

गुजरात उपचुनाव में विजयी रहे आठ विधायकों का शपथ ग्रहण समारोह आज

editor

મસાબાર ગામમાં દીપડાનું બચ્ચુ રેસક્યુ કરાયું

editor

સેલવાસની પીપળીયા જીઆઈડીસીમાં થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1