Aapnu Gujarat
ગુજરાત

પતિની પ્રેમિકાને જેલમાં ન પૂરનારા PSI પર હુમલો

બોપલ મહિલા પોલીસમથકમાં પતિ, પત્ની અને વોના કિસ્સાને પગલે ભારે હોબાળો અને હંગામો જોવા મળ્યો હતો. બોપલમાં રહેતા પતિના પ્રેમિકા સાથે સંબંધોને લઇ ત્રાસેલી પત્નીએ પોતાની પુત્રીને સાથે રાખી પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. એક તબક્કે ઉશ્કેરાયેલી પત્નીએ આવેશમાં આવી જઇ મારા પતિની પ્રેમિકાને જેલમાં કેમ નથી પૂરતા એમ કહી પોતાનું ચંપલ પીએસઆઇને માર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં પડેલા તપાસના કાગળો આમ તેમ ફેંકી દીધા હતા. એટલું જ નહી, માતા-પુત્રી પોલીસના અન્ય સ્ટાફ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી ભારે ધમાલ મચાવી હતી. બાદમાં પોલીસે કાયદાનુસાર માતા-પુત્રી વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રહેતા પતિના તેની પ્રેમિકા સાથેના પ્રણયસંબંધોને લઇ ત્રાસેલી પત્નીએ તાજેતરમાં બોપલ મહિલા પોલીસમથકમાં અરજી આપી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. બોપલ મહિલા પોલીસમથકના પીએસઆઇ ધાંધલિયાએ પતિને પોલીસમથકે બોલાવી જરૂરી કાર્યવાહી પણ કરી હતી. દરમ્યાન ગઇકાલે પોલીસે પ્રેમિકાને પણ પોલીસ સ્ટેશને તપાસના કામે બોલાવી હતી. બસ આ જ વખતે પત્ની પોતાની પુત્રીને સાથે લઇ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પ્રેમિકાને જોઇ ગુસ્સે ભરાઇ હતી અને આવેશમાં આવી ધમાલ-હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. પત્નીએ આવેશમાં આવી પ્રેમિકાને ગાળાગાળી કરી, પોલીસ સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી એક તબક્કે પીએસઆઇ પર ચંપલ માર્યું હતું અને જણાવ્યું હતું કે, મારા પતિની પ્રેમિકાને જેલમાં કેમ નથી પૂરતા. ઉશ્કેરાયેલી પત્નીએ પોલીસના તપાસના કાગળો પણ ફેંકી દીધા હતા. જેને લઇ પોલીસમથકમાં ભારે હંગામો સર્જાયો હતો. બાદમાં પોલીસે માતા-પુત્રી બંને વિરૂધ્ધ ગુનો દાખલ કરી આ સમગ્ર મામલામાં ધરપકડ કરી હતી. જો કે, પોલીસ વર્તુળમાં આ બનાવને લઇ ભારે ચર્ચા ચાલી હતી.

Related posts

રથયાત્રામાં હાઈટેક સિક્યુરીટીથી બાજ નજર રાખવામાં આવશે

aapnugujarat

2002 Sardarpura post-Godhra riots case : SC grants bail to 17 convicts

aapnugujarat

સ્પેલિંગ મિસ્ટેક કરી મહિલાને પુરૂષ દર્શાવી દાવો નકારી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1