Aapnu Gujarat
ગુજરાત

રથયાત્રામાં હાઈટેક સિક્યુરીટીથી બાજ નજર રાખવામાં આવશે

આગામી પહેલી પહેલી જુલાઇના રોજ યોજાવા જઇ રહેલી રથયાત્રાને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તંત્રની પરવાનગી વિના આ રથયાત્રામાં ચકલી પણ પ્રવેશ મેળવી શકશે નહીં. આ અંગે એક પત્રકાર પરિષદ નું આયોજન કરતાં રાજયના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યુ હતું કે, બે વર્ષ બાદ નીકળતી આ રથયાત્રા ઐતિહાસિક હશે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ના હતું. ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથની નાગર ચર્યાએ નીકળશે. અને રાજ્યના પોલીસ વિભાગ તરફથી ખાસ સિક્યોરિટી નું આયોજન કરવામાં આવ્યું છે.રથયાત્રાને લઇ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર સહિત તમામ અધિકારી હાજર રહ્યા હતા. અને ૧૪૫મી રથયાત્રાની સુરક્ષા મુદ્દે ખાસ આયોજન વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાઈટેક સિક્યુરિટી સાથે આ વર્ષે ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરની મદદથી પોલીસ ખાસ સુરક્ષા રાખશે. હાઈટેક ડિટેક્શન સીસીટીવી સહિતની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. સાથે પેરામીલીટ્રી અને જીઇઁ સહિતની ફોર્સ પણ રથયાત્રાની સુરક્ષામાં જોડાશે.
તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, આ રથયાત્રામાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામા આવશે. સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા વાળા ઉપર સાયબર પોલીસની સતત વોચરાખવામા આવશે. ઝ્રૈઙ્ઘ ક્રાઇમ પણ ધ્યાન રાખશે. સ્થાનિક પોલીસ, એસઆરપી,બીડીડીએસપેરા મિલિટરી ૨૫ કંપની નો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે.
ગુનેગારો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે. પોલીસ દ્વારા શાંતિસમિટી મિટિંગ યોજવામાં આવશે. તો પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રથયાત્રામાં ૨૦ ડીઆઇજી અને આઇજી ૬૦ ડીવાયએસપી, ૨૧ એસઆરપી સહિત કુલ ૩૮ મોટા અધિકારી જોડશે. તો સાથે ૨૦૦૦વધારા ની પોલીસ પણ પૂરી પાડવામાં આવશે. સુરક્ષા નો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સૌરક્ષા માટે ડ્રોન ની વ્યવસ્થા અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રેઝર ગન નો પણ ઉપયોગ કરવામાં આવશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષ બાદ યોજાઇ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી ભક્તો ભગવાનની રથયાત્રાનો લ્હાવો લેવાથી વંચિત રહ્યા હતા. આ વખતે રથયાત્રા નીકળી રહી છે જેથી ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવા રિપોર્ટ છે. આ સાથે આઇબીના રિપોર્ટમાં પણ કેટલાંક તોફાની તત્વો વાતાવરણ ડહોળી શકે તેવી શક્યતાને જોતા પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને લોંખડી બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સૌ પ્રથમવાર હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવામાં આવશે. જે અંગે પોલીસ કમિશનરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીકોપ્ટરમાં રથયાત્રાના રૂટ પર હવાઇ સર્વક્ષણ કર્યું હતું.

Related posts

સેટેલાઈટ ગેંગરેપ કેસ : વૃષભ, ગૌરવ અને યામિનીના નાર્કો સહિતના ટેસ્ટની મંજુરી

aapnugujarat

શહેરમાં દારૂ-જુગારના અડ્ડા ઉપર પોલીસની ટીમ ત્રાટકી

aapnugujarat

બોપલમાં બાઇક ચોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1