Aapnu Gujarat
ગુજરાત

લોકરક્ષક દળના પેપર લીક પ્રકરણ : વડોદરામાં કોર્પોના કોન્ટ્રાકટ કર્મચારીની ભૂમિકા

લોકરક્ષક દળના પેપર લીક કરવાના કૌભાંડમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાકટ કર્મચારી યશપાલસિંહ સોલંકીની સૌથી મોટી ભૂમિકા સામે આવી છે. દિલ્હીની લીંકવાળા કાવતરાખોરે યશપાલસિંહને પાંચ લાખ રૂપિયામાં પેપર અને જવાબો આપ્યા હતા. દિલ્હીથી રાતોરાત ફલાઇટ મારફતે વડોદરા આવી યશપાલસિંહે મનહર પટેલ અને જયેશ પટેલ સહિતના આરોપીઓ મારફતે પેપર લીકની ચેઇન આગળ ચલાવી હતી. લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો છે ત્યારે આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ ધરપકડો થવાની પૂરી સંભાવના છે. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના ચકચારભર્યા પ્રકરણમાં વડોદરા મહાનગરપાલિકાના(વીએમસી) સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યશપાલસિંહ સોલંકીનું નામ ખુલ્યું છે. કોન્ટ્રાક્ટ પર હોવા છતાં યશપાલસિંહ રાજકીય ઘેરોબો ધરાવતો હોવા સહિતની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જો કે, પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એટલું જ નહીં, યશપાલના મહિસાગર જિલ્લાના લુણાવાડાના છાપરી મુવાડા ગામ સ્થિત ઘરે પણ તાળાં લાગ્યાં છે. યશપાલસિંહ તા.૧ લી ડિસેમ્બરે જ દિલ્હી જઇ રાતોરાત પેપર અને જવાબો લઇને દિલ્હીથી ફલાઇટમાં વડોદરા પરત આવી ગયો હતો. દરમ્યાન આ સમગ્ર પ્રકરણ અને યશપાલસિંહની ભૂમિકા મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, યશપાલસિંહ સોલંકી અંગે પોલીસ તરફથી અમને માહિતી મળશે, ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

રિવરફ્રન્ટ પર પહેલી મેથી ભવ્ય કાર્યક્રમનું આયોજન

aapnugujarat

અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે ચૂંટણી

aapnugujarat

मॉल-मल्टीप्लेक्स में पार्किंग चार्ज वसूलने पर हाईकोर्ट का प्रतिबंध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1