Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં ૬૯૦૦૦ સહાયક શિક્ષકની ભરતી

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર એક પછી એક દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. આના ભાગરૂપે હવે ૬૯૦૦૦ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૪મી ડિસેમ્બર સુધી તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. વેબસાઈટ ઉપર પણ માહિતી આપવામાં આવશે. આઠમી જાન્યુઆરીના દિવસે પરીક્ષાની આન્સર કી જારી કરવામાં આવશે. ૧૧મી જાન્યુઆરી સુધી વાંધાઓ લેવામાં આવ્યા બાદ ૧૮મી જાન્યુઆરી સુધી સમિતિની રચના કરીને ૧૯મી જાન્યુઆરીના દિવસે સુધારવામાં આવેલા જવાબો જારી કરાશે. ૨૨મી જાન્યુઆરીના દિવસે પરીક્ષાના પરિણામ જારી કરવામાં આવ્યા બાદ એક મહિનાની અંદર જ પસંદ કરાયેલા ઉમેદવારોને સંબંધિત જિલ્લામાં પ્રમાણપત્ર આપીને નોકરી આપી દેવામાં આવશે.

Related posts

1 Terrorist killed at encounter in Baramulla

aapnugujarat

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

દેશવાસીઓને મળશે સ્વદેશી વેક્સિન

editor

Leave a Comment

UA-96247877-1