Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇમાં કુતરા સાથે ગેંગરેપ

મલાડ પૂર્વના માલવણી વિસ્તારમાં એક કુતરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઇજા પામેલ કુત્રાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તપાસમાં સામે આવ્યું કે, ગેંગરેપની આ કરતૂત શનિવારે મોડી રાત્રે ચાર હેવાનોએ અંજામ આપ્યો છે. ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ કુતરાનું મોડી રાત્રે મોત નિપજ્યું. પોલીસે આ મામલે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
શનિવારે મલાડની નિવાસી સુધા ફર્નાડિસ નામની મહિલાએ માલવણી ચર્ચ પાસે એક કુતરુ ઇજાગ્રસ્ત હાલતમાં નજરે પડ્યું હતું. તેમના પ્રાઇવેટ પાર્ટથી લોહી નિકળી રહ્યું હતું. ત્યાર બાદ સુધાએ પ્રાણીના હિતમાં કામ કરનારી એક એનજીઓ ’એનિમલ્સ મૈટર ટૂ મી’ને તેની જાણકારી આપી અને કુતરાને પશુ ચિકિત્સાલય પહોંચાડ્યો.
એનજીઓની સંસ્થાની ડોક્ટર અંતિકા પાઠકે જણાવ્યું કે, કુતરુ ઇજાગ્રસ્ત હતું અને દર્દથી તડપી રહ્યું હતું. તેમના પગ અને પ્રાઇવેટ પાર્ટ પર ઇજા પહોંચાડવામાં આવી હતી. હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સારવાર કર્યા છતા કુતરાને બચાવી શકાયું ન હતું. તેમનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.
આ વિસ્તારમાં પૂછપરછ દરમિયાન સુધાને એક ઓટો ડ્રાઇવરે જણાવ્યું કે, નશા ધૂત ચાર લોકોએ કુતરા સાથે ગેંગરેપ કર્યો હતો. તે ચારેય લોકોએ કુતરાના આગળના પગ અને મોં બાંધી દીધું હતું. સુધાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

Related posts

૨૦૨૨ સુધી ૪ કરોડ ઘરના નિર્માણનું મોટું લક્ષ્ય : મોદી

aapnugujarat

चिदंबरम ने घूस के पैसे से स्पेन में खरीदे टेनिस क्लब

aapnugujarat

ભારતના જીડીપી રેટમાં ૨૦૨૧માં ૫ ટકા વૃદ્ધિ જોવા મળશે : યુએન રિપોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1