Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુષ્મા સ્વરાજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી નહી લડવાનો ધડાકો કર્યો છે. સુષ્મા સ્વરાજે મંગળાવારે ઈન્દૌરમાં આ ઘોષણા કરી હતી. તેમણે આગામી ચૂંટણી નહી લડવા પાછળ સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું. સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશમા વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા, ત્યાં તેમણે આ ઘોષણા કરી છે. નોંધનીય છે કે, સુષ્મા સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભાના સાંસદ છે.પોતાની અભૂતપૂર્વ ભાષણ શૈલી તેમજ અસ્ખલિત હિન્દીને લીધે પ્રખ્યાત સુષ્મા સ્વરાજ ભાજપની મહિલા બ્રિગેડના પ્રમુખ ચહેરોમાંથી એક છે. સુષ્મા સ્વરાજે ઈન્દૌરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય પાર્ટી લેશે જોકે તેમણે આગામી ચૂંટણી નહી લડવાનું મન બનાવી લીધું છે.ગત કેટલાક દિવસોથી સુષ્મા સ્વરાજનું સ્વાસ્થ્ય સારું ન હોવાના સમાચાર આવ્યા હતા. જોકે સુષ્મા સ્વરાજ તેમના મંત્રાયલના કામોને લઇને સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. ટ્‌વીટ પર લોકોની સમસ્યાઓ સાંભળીને તેમને તત્કાલ સહાય કવા પ્રયાસ કરે છે, જેને કારણે તેમની અનેક વાર પ્રશંસા થઇ છે.

Related posts

રાંધણ ગેસના ભાવમાં ૬ રૂપિયાનો વધારો

aapnugujarat

લોકસભા ચૂંટણી માટે સપા સાથે ગઠબંધન નથી : માયા

aapnugujarat

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવી સુવિધાઓ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1