Aapnu Gujarat
રમતગમત

પીસીબીને લપડાકઃ આઈસીસીએ બીસીસીઆઈ પરના રૂ.૪૫૦ કરોડના દાવાને ફગાવ્યો

આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ડિસ્પ્યુટ પેનલે પાકિસ્તાનના બીસીસીઆઈ સામે દ્વિપક્ષીય સીરિઝ યોજવા માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગના અપાલન બદલ કરેલા રૂ. ૫૦૦ કરોડના દાવાને ફગાવી દીધો છે. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘરઆંગણે સીરિઝ રમવાના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયો છે અને બીસીસીઆઈને જોરદાર જીત મળી છે.
બીસીસીઆઈ સામે પીસીબીનો કેસ ડિસ્પ્યુટ પેનલે ફગાવી દીધો છે આ અંગેનું ટ્‌વીટ આઈસીસીએ તેના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ દ્વારા કરીને જાહેરાત કરી હતી. આ ચુકાદો બંધનકર્તા રહેશે અને તેને આગળ પડકારી શકાશે નહીં તેમ એક ટૂંકા સંદેશામાં આઈસીસીએ જણાવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈ પાસે એમઓયુના ઉલ્લંઘન બદલ રૂ. ૪૪૭ કરોડના વળતરની માગ કરી હતી. ૨૦૧૫-૨૦૨૩ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે છ દ્વીપક્ષીય સીરિઝ રમવા માટે કરાર થયા હતા.બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એમઓયુ બંધનકર્તા નથી અને તેથી કોઈ ઉલ્લંઘન નથી થયું. જો કે બીસીસીઆઈના મતે ભારતે આઈસીસી માટેના રેવન્યુ મોડેલનું સમર્થન નહીં કરીને પીસીબી દ્વારા વચનનો ભંગ કરાયો હતો.ભારતીય બોર્ડના મતે પાકિસ્તાન સાથે દ્વીપક્ષીય ક્રિકેટ સીરિઝ સરકારી મંજૂરીઓને આધિન હતી અને ૨૦૦૮ મુંબઈ હુમલા બાદ તે મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. ‘અમને આનંદ છે કે અમારા મતની જીત થઈ છે. પીસીબી જેને એમઓયુ કહે છે તે ફક્ત એક પ્રસ્તાવ પત્ર હતો,’ તેમ બીસીસીઆઈની વહવીટી સમિતિના વડા વિનોદ રાયે જણાવ્યું હતું. રાયે વધુમાં જણાવ્યું કે, હું બીસીસીઆઈની કાયદાકીય ટીમ તેમજ આ લવાદના હીતમાં કામ કરનાર તમામનો આભારી છું.રાયના મતે હવે બીસીસીઆઈ પીસીબી સામે કેસના ખર્ચના વળતર માટે દાવો કરવા વિચારણા કરી રહ્યું છે. અમે પેનલ સમક્ષ કેસના સંપૂર્ણ વળતરની માગ કરીશું. પીસીબીએ કરેલા દાવાને આઈસીસીએ ફગાવી દીધો છે જેને પગલે ભારતીય બોર્ડની આ ભવ્ય જીત થઈ છે.આઈસીસીની ત્રણ સભ્યોની વિવાદ નિવારણ સમિતિ ગત વર્ષે અસ્તિત્વમાં આવી હતી અને તેઓ પાકિસ્તાન બોર્ડના દાવાની તપાસ કરી રહ્યા હતા. આ મામલે ઓક્ટોબર ૧-૩ વચ્ચે સુનાવમી હાથ ધરાઈ હતી.૨૦૧૪માં ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ સંજય પટેલે પીસીબીના એક પેજના પ્રપોઝલ લેટર પર સહી કરી હતી ત્યારથી આ વિવાદ ઊભો થયો હતો. પાક. ક્રિકેટ બોર્ડના પત્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૫-૨૦૨૩ વચ્ચે છ દ્વિપક્ષીય સીરિઝ યોજવાની વાત જણાવવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૫માં આ સમજૂતી હેઠળ પ્રથમ સીરિજ યુએઈમાં રમાનાર હતી જો કે આવશ્યક સરકારી મંજૂરી નહીં મળતા સીરિઝ શક્ય બની નહતી. પીસીબીએ ટીવી રેવન્ટુ ગુમાવવા બદલ ભારતીય બોર્ડ વિરુદ્ઘ દાવો માંડ્યો હતો.

Related posts

दूसरा टेस्ट : कपिल देव को पीछे छोड़ सकते हैं ईशांत शर्मा

aapnugujarat

रहाणे शांत, लेकिन बतौर कप्तान आक्रामक : सचिन

editor

द. अफ्रीका दौरे के लिए वेड आस्ट्रेलियाई टेस्ट टीम से बाहर

editor

Leave a Comment

UA-96247877-1